સુરતઃ શહેરમાંં દર વર્ષે ફાગોઉત્સવની (Holi 2022)ઉજવણી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો કરતા હોય છે. ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપારીઓ આ ઉજવણી દર વર્ષે 10થી 15 દિવસ પહેલા શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વખતે આ ઉત્સવની ઉજવણીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં (Uttar Pradesh Assembly Elections )જે રીતે યોગી આદિત્યનાથની ભવ્ય જીત થઈ છે તેની ઝલક જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા લોકો કહેતા હતા કે જો 'રામ કો લાયે હે હમ ઉનકો લાયેંગે' પરંતુ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ભવ્ય(Yogi Adityanath)વિજય બાદ સુરતના કાપડના વેપારીઓ ફાગોઉત્સવની ઉજવણીમાં ગાઈ રહ્યા છે કે જો રામકો લાયે હે હમ ઉનકો લાયે હૈ'.
આ પણ વાંચોઃHoli 2022 : ગુરુકૂળમાં નશીલા પદાર્થોની હોળી કરી વિદ્યાર્થીઓ અને સમાજને નશાથી દૂર રહેવાનો સંદેશો