સુરત : શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. ત્યારે કોરોનાએ વધુ એક ડૉક્ટરનો ભોગ લીધો છે. વિનસ હોસ્પિટલના RMO તરીકેની જવાબદારી નિભાવતા હિતેશ લાઠીયાનું કોરોનાથી મોત થયું છે. વિનસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોરોના વોરિયર ડૉ. હિતેશ લાઠીયાને તિરંગામાં લપેટી ભાવભીની વિદાય આપી હતી.
34 વર્ષીય ડૉ. હિતેશ લાઠીયાનું કોરોનાથી મોત થયું છે. તેઓ વિનસ હોસ્પિટલના RMO હતા. હિતેશ લાઠીયા BHMS થયેલા હતા.
તેમણે એક મહિનો કોરોના વોર્ડમાં કામ પણ કર્યું હતું. ત્યારબાદ તેમને બીજી ડ્યૂટી અપાઈ હતી. 20 દિવસ પહેલા તાવ આવ્યો હતો જેથી તેમણે હોમ ક્વોરેન્ટાઈન કરી દેવાયા હતા.