સુરત:હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. ફરી વાર સુરતમાં કામરેજથી સુરત તરફ રસ્તા પર બની હિટ એન્ડ રનની ઘટના બની છે. કામરેજથી સુરત જતાં રસ્તા પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાઈક ચાલક યુવકને ગંભીર ઇજા થયા તેઓનું મોત થયું હતું. કામરેજ પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે.
મોતના આંકડામાં વધારો:ભાગતી-દોડતી જીંદગીમાં હવે લોકોના મોત સામાન્ય થઇ ગયા છે. એટલે કે લોકોને ઉતાવળમાં ઉતાવળમાં ધણી વાર જીદગી ખતમ થઇ જતી હોય છે. અકસ્માતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રસ્તાઓ ઉપર સુચના પણ આપવામાં આવે છે અહિંયા વાહન ધીમે ચલાવો પરંતુ લોકોને એટલી ઉતાવળ હોય છે કે તેનીજીંદગીના આખરી મંજીલએ પહોંચી જાય છે.
કમકમાટી ભર્યુ મોત:કામરેજના નનસાડ ખાતે આવેલા જુના હળપતિ વાસ ખાતે રહેતો સુનીલ ગોકુળભાઈ રાઠોડ પોતાની સ્પેલન્ડર બાઈક નંબર લઈ વરાછા ખાતે લગ્ન પ્રસંગે જતો હતો. ત્યારે કામરેજથી સુરત જતા નવાગામ મેલડી માતા મંદિર પાસે તેની બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં અકસ્માતમાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.