- સુરત ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવનથી આવ્યા
- વાઘા હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પણ છે પ્રતીક
- વાઘા પર ઝીણવટભર્યું હેન્ડ વર્ક કરી તૈયાર કર્યા છે.
સુરત: કોરોનાને કારણે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ હાલ નિર્ણય લેવાયો નથી, ત્યારે સુરત ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવનથી આવ્યા છે. જે વાઘા હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પ્રતીક છે. મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરેલા આ વાઘાની કિંમત 3.5 લાખથી વધુ છે.
વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોને દેશ-વિદેશથી પણ આવે છે વાઘાના ઓર્ડર આવે
સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની પાંચ મુખ્ય રથયાત્રાઓ અલગ-અલગ સ્થળોએથી યોજવામાં આવે છે. જેમાં પાંચ પૈકીની મુખ્ય અને સૌથી મોટી રથયાત્રા(Rathyatra)ઈસ્કોન મંદિરની હોય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથની આ યાત્રામાં જોડાઇ છે. જો કે કોરોના કાળમાં ગત વર્ષે આ યાત્રા સાદગીપૂર્ણ રીતે યોજાઇ હતી. આ વર્ષે નિર્ણય લેવાયો નથી. જોકે આ વચ્ચે રથયાત્રા(Rathyatra)ના આકર્ષણ સમા ભગવાનના વાઘા વૃંદાવનથી સુરત આવી ચૂક્યા છે. જેને વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોને ભેગા થઈને તૈયાર કર્યા છે. છેલ્લા 25 વર્ષથી પેઢી દર પેઢી કારીગરો આ વાઘા તૈયાર કરે છે. એટલું જ નહીં તેમના તૈયાર કરાયેલા વાઘાને લઈને અન્ય દેશોથી પણ તેમને વાઘાના ઓર્ડર આવે છે.