ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કોંગ્રેસનો હાઈટેક પ્રચાર જોવા મળ્યો, ડિજિટલ માધ્યમથી કરેલાં કામ બતાવી રહી છે ગોવાવાળી વાન

સુરતમાં વિધાનસભા બેઠકો પર પ્રચારકાર્યને લઇને કોંગ્રેસનો હાઈટેક પ્રચાર ( High tech campaign of Congress in Surat ) જોવા મળી રહ્યો છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની તસવીરવાળી એલઇડી સહિતની વાન શહેરમાં જુદા જુદા માર્ગ પર ફરીને ( LED screen van roaming around city area ) કોંગ્રેસના કામોની માહિતી જનતા સુધી પહોંચાડવામાં આવી રહી છે.

સુરતમાં કોંગ્રેસનો હાઈટેક પ્રચાર જોવા મળ્યો, ડિજિટલ માધ્યમથી કરેલાં કામ બતાવી રહી છે ગોવાવાળી વાન
સુરતમાં કોંગ્રેસનો હાઈટેક પ્રચાર જોવા મળ્યો, ડિજિટલ માધ્યમથી કરેલાં કામ બતાવી રહી છે ગોવાવાળી વાન

By

Published : Nov 4, 2022, 5:15 PM IST

સુરત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ પ્રચારમાં પણ વેગ જોવા મળી રહ્યો છે. હાઈટેક પ્રચાર કરવામાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અગ્રેસર રહી છે ત્યારે આ વખતે કોંગ્રેસ પણ ડિજિટલ માધ્યમથી પ્રચાર પ્રસાર કરવા માટે આગળ આવી છે. સુરત શહેરમાં હાલ કોંગ્રેસના પ્રચાર માટે ( LED screen van roaming around city area ) એક ખાસ વાન ફરી રહી છે જેમાં એલઇડી ( High tech campaign of Congress in Surat ) છે. આ વાનમાં કોંગ્રેસ કાર્યકાળમાં જે ગુજરાતમાં કાર્ય થયા હતાં તેની જાણકારી એલઇડીના માધ્યમથી લોકોને આપવામાં આવી રહી છે.

કોંગ્રેસના કામોની માહિતી જનતા સુધી પહોંચાડવામાં આવી રહી છે.

ઓડિયો વીડિયો સંદેશના માધ્યમ મતદાતાઓને મનાવવા પ્રયાસગોવા વિધાનસભાની ચૂંટણીમાં જે હાઈટેક વાન ( High tech campaign of Congress in Surat ) પ્રચાર પ્રસાર માટે વાપરવામાં આવી હતી. તે જ વાન હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહી છે. આ એલઇડી વાન સૌર ઊર્જાથી સંચાલિત છે. એલઇડી વાનમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની તસવીર છે ( Photo of Sonia Gandhi and Rahul Gandhi in LED Van ) અને સાથે લખવામાં આવ્યું છે કે કોંગ્રેસનું કામ બોલે છે. સુરત શહેરમાં તમામ વિધાનસભા બેઠકમાં ફરી ( LED screen van roaming around city area ) રહી છે. વાનના માધ્યમથી લોકોને એલઇડી પર ચાલી રહેલ ઓડિયો વીડિયો સંદેશના માધ્યમથી મતદાતાઓને રિઝવવા માટે કોંગ્રેસે ગોવા વિધાનસભામાં જે રીતે પ્રયોગ કર્યો હતો તે જ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

વાન 80 કિલોમીટર વિસ્તારમાં ફરતી હોય છે સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા અનુપ રાજપૂતે જણાવ્યું હતું કે, એલઇડી વાન ( High tech campaign of Congress in Surat ) સુરત શહેરના 12 વિધાનસભા બેઠકમાં રોજે ( LED screen van roaming around city area ) ફરે છે. અમે એક દિવસ પહેલા આજે તેમને રૂટ આપી દેતા હોઈએ છીએ. એક એલઇડી સ્ક્રીનવાળી વાન 80 કિલોમીટર વિસ્તારમાં ફરતી હોય છે. જેમાં અમારા પક્ષના નેતાઓ દ્વારા આપવામાં આવેલા મંતવ્ય અને કોંગ્રેસ કાર્યકાળમાં થયેલ કાર્ય અંગેની તમામ વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details