ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના બિલ્ડરનું અપહરણ, લૂંટને 12 કરોડના બિટકોઇન મામલે તમામ આરોપીઓને હાઇકોર્ટ દ્વારા નોટિસ - સુરતના બિલ્ડરનું અપહરણ હાઈકોર્ટની નોટિસ

સુરતના બિલ્ડરનું અપહરણ કરી કરોડો રૂપિયાના બિટકોઇન તેમજ (Builder Kidnapping Case in Surat) લૂંટ કરવા મામલો આરોપીઓની પુનઃ તપાસ થાય તે માટેની દલીલો હાઇકોર્ટ સમક્ષ કરી હતી. જેમાં હાઈકોર્ટ નોટિસ આપવા હુકમ કર્યો છે. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું 2018માં ગાંધીનગર પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું. (High Court Notice of Builder Kidnapping)

સુરતના બિલ્ડરનું અપહરણ, લૂંટને 12 કરોડના બિટકોઇન મામલે તમામ આરોપીઓને હાઇકોર્ટ દ્વારા નોટિસ
સુરતના બિલ્ડરનું અપહરણ, લૂંટને 12 કરોડના બિટકોઇન મામલે તમામ આરોપીઓને હાઇકોર્ટ દ્વારા નોટિસ

By

Published : Jan 12, 2023, 8:52 PM IST

સુરતના બિલ્ડરનું અપહરણ મામલે તમામ આરોપીઓને હાઇકોર્ટ દ્વારા નોટિસ

સુરત : શહેરના બિલ્ડરનું અપહરણ કરી કરોડો રૂપિયાના બિટકોઇન તેમજ લાખો રૂપિયા રોકડાની લૂંટ કરવા મામલો આરોપીઓની પુનઃ તપાસ થાય તે માટેની દાદ હાઇકોર્ટ સમક્ષ કરી હતી. આ મામલામાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું તારીખ 11મી ફ્રેબુઆરી 2018ના રોજ ગાંધીનગર કોબા સર્કલ પાસેથી અપહરણ કરી તેમને કેશવ ફાર્મ દહેગામ રોડ ખાતે લઈ જઈ ત્યાં બંધક બનાવી મારમારી 12 કરોડની કિંમતના બિટકોઇન અને રોકડા 78 લાખની લૂંટ કરી હતી. આ અંગે ગાંધીનગર CID ક્રાઇમ ખાતે ગુનો નોંધાયો હતો.

હાઇકોર્ટે નોટિસ પાઠવવાનો હુકમ આ મામલે આરોપીઓ તરીકે અમરેલી જિલ્લાના તત્કાલીન પોલીસ અધિક્ષક જગદીશ પટેલ, LCBના PI અનંત પટેલ, અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા, CBIના પોઈ નાયર, પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં 150થી વધુ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 70 સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા છે. તેમાં 8 સાક્ષીઓ એવા છે જેમણે મેજિસ્ટ્રેટ સમક્ષ CRPCની કલમ 164 મુજબ નિવેદનો આપ્યાં છે. તે પણ હોસ્ટાઇલ થઈ જતાં કોર્ટે પોલીસને ઠપકો પણ આપ્યો હતો. આ કેસમાં હાઈકોર્ટે નોટિસ પાઠવવાનો હુકમ કરતાં કાનૂની જંગમાં બિલ્ડર શૈલેષ ભટ્ટનો વિજય થયો છે. શૈલેષ ભટ્ટ તરફે સિનિયર એડવોકેટ ભારત નાયક અને કિશન દહિયાએ ધારદાર દલીલો કરી હતી.

તપાસ CID ક્રાઈમ દ્વારાવકીલ કિશન દહિયાએ જણાવ્યું હતું કે,મારાં ક્લાઈન્ટ શૈલેષ ભટ્ટ તેમને 2018માં સિનિયર પોલીસ ઓફિસર અન્ય LCBના પોલીસ કર્મચારીઓ મળીને તેમની કિડનેપિંગ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની પાસેથી 12 કરોડ રૂપિયાની ખડણી માંગવામાં આવી હતી. પછી આ કેસ બાબતની સમગ્ર તપાસ CID ક્રાઈમ દ્વારા કરવામાં આવી હતી. તેમાં પોલીસે ઓફિસર્સ, પૂર્વ ધારાસભ્ય, LCB પીઆઇ અને તેમના સ્ટાફ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાના તપાસ બાદ ચાર્જસીટ ફાઇલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોજેલમાંથી છૂટ્યા બાદ નોકર બનીને દોઢ કરોડની લૂંટ મચાવી, 3ની ધરપકડ

કેસ અમદાવાદની સેશન કોર્ટમાં ચાલી રહ્યો છેવધુમાં જણાવ્યું કે, હાલ આ કેસ અમદાવાદની સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં 150થી વધુ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 70 સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયા છે. તેમાં 6 સાક્ષીઓ એવા છે જેમણે મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદનો આપ્યાં છે. તે પણ હોસ્ટાઇલ થઈ જતાં કોર્ટે પોલીસને ઠપકો પણ આપ્યો હતો.અને આ કેસને કોર્ટ દ્વારા અભ્યાસ કરીને ફરીથી કંટીન્યુ કર્યું છે. પરંતુ તેમની સામે કોઈ પણ પ્રકારનું એક્સને લેવામાં આવ્યો નથી. લોકો IPS કક્ષાના અધિકારીઓ છે. જેથી તે તમામ આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે. અમે હવે 9મી માર્ચ 2023ના રોજ હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે.

આ પણ વાંચોવડોદરામાં યુવતીના અપહરણ અને દુષ્કર્મના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ

કોર્ટ દ્વારા નોટિસવધુમાં જણાવ્યું કે, પોલીસે ગુનાના જેમાં કુલ 15 જેટલા એકુઝ છે. તેમાં ભૂતપૂર્વ IPS પોલીસ ઓફિસર, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા અને LCBના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ પટેલ અને અન્ય કર્મચારીઓ વિરુદ્દ ACB અને અપહરણનો કેસ કર્યો છે. તે ફાઈલ પણ નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. એ તમામના કેસો હાલ ચાલી રહ્યા છે અને કોર્ટ દ્વારા નોટિસ આપી તમામ લોકોને હાજર રહેવા માટે આદેશ આપ્યા છે.

ABOUT THE AUTHOR

...view details