ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: સુરતના હેત સિરિયાએ CA ફાઉન્ડેશનની પરીક્ષામાં 400 માંથી 358 માર્ક્સ મેળવ્યા, સુરતમાં પહેલા ક્રમે - CA foundation

ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા CA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત ના હેત સિરિયાએ 400 માંથી 358 માર્ક્સ મેળવી સુરતમાં પહેલા ક્રમે આવ્યો છે.ત્યારે ઉજ્વલ સુમાનીએ 400 માંથી 336 માર્ક્સ મેળવી સુરતમાં બીજા ક્રમે આવ્યો છે.જોકે આ વખતનું રાષ્ટ્ર વ્યાપી પરિણામ 25 ટકા જ આવ્યું છે.Body:આ વખતની પરીક્ષા ખૂબ અઘરી હોવાથી પરિણામ 25 ટકા આવ્યું હોય તેવું કહી શકાય છે.

સુરતનાં હેત સિરિયાએ CA ફાઉન્ડેશનની પરીક્ષામાં  400 માંથી 358 માર્ક્સ મેળવી સુરતમાં પેહલા કર્મે આવ્યો છે
સુરતનાં હેત સિરિયાએ CA ફાઉન્ડેશનની પરીક્ષામાં 400 માંથી 358 માર્ક્સ મેળવી સુરતમાં પેહલા કર્મે આવ્યો છે

By

Published : Aug 8, 2023, 8:33 AM IST

સુરતનાં હેત સિરિયાએ CA ફાઉન્ડેશનની પરીક્ષામાં 400 માંથી 358 માર્ક્સ મેળવી સુરતમાં પેહલા કર્મે આવ્યો

સુરત:ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા CA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં સુરતનાં હેત સિરિયાએ 400 માંથી 358 માર્ક્સ મેળવી સુરતમાં પહેલા ક્રમે આવ્યો છે. ત્યારે ઉજ્વલ સુમાનીએ 400 માંથી 336 માર્ક્સ મેળવી સુરતમાં બીજા કર્મે આવ્યો છે. ઓલ ઇન્ડિયા માંથી આ વખતે 1.03.517 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 25.860 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે. આ વખતનું રાષ્ટ્ર વ્યાપી પરિણામ 25 ટકા આવ્યું છે.



"ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા CA ફાઉન્ડેશન 2023 નું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં અમારા ઇન્સ્ટયુટથી સુરતનો વિદ્યાર્થી હેત સિરિયાએ 358 માર્ક્સ મેળવીને સુરતમાં પહેલા ક્રમે આવ્યો છે.તેની સાથે જ ઘણાબધા વિદ્યાર્થીઓએ 300 થી વધુ માર્ક્સ લાવ્યા છે.હેત સિરિયાએ એકાઉન્ટ્સમાં 90 માર્ક્સ મેળવ્યા છે.લો માં 85 માર્ક્સ મેળવ્યા છે જે હાઈયેસ માર્કસ છે.તેમની સાથે જ ઉજ્વલ સુમાનીએ પણ 336 માર્ક્સ મેળવી સુરતમાં બીજા કર્મે આવ્યો છે.તેના એકાઉન્ટ માં 94 માર્ક્સ મેળવ્યા છે.જે હાઈયેસ માર્કસ છે. તે સાથે જ અમારા 100 થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે"-- રવિ છાછરીયા ( CA ઇન્સ્ટિટ્યૂટના સંચાલક )

ઓલ ઇન્ડિયા રેન્ક: આ વખતનું રાષ્ટ્ર વ્યાપી પરિણામ 25 ટકા આવ્યું છે. વધુમાં જણાવ્યું કે, આ વખતનું રાષ્ટ્ર વ્યાપી પરિણામ 25 ટકા આવ્યું છે. જે ગત વર્ષે 30 ટકા પરિણામ આવ્યું હતું. કારણ કે પરીક્ષા ખૂબ અઘરી હોવાથી પરિણામ આવ્યું હોય તેવું કહી શકાય છે. પરંતુ દર વર્ષની જેમ આ વખતે પણ સુરતનું પરિણામ સારું રહ્યું છે. કારણ કે, અમે વિદ્યાર્થીઓને CA માં પ્રેક્ટીકલ લાઈફમાં કઈ રીતે કાર્ય કરી શકાય આપણા અભ્યાસમાં કઈ રીતે આપણે ઉત્સાહ લાવવો તે રીતે અમે અભ્યાસ આપીએ છીએ. આખું માળખું ડીટેલ માં સમજાવવામાં આવે છે. અને અભ્યાસ બાદ પરીક્ષા પણ લેવામાં આવે છે. તથા CA નાં જે પેપર હોય છે તેના કરતાં વધારે ધોરણનું પેપર ની તૈયારીઓ કરવામાં આવે છે. એટલા માટે જ ત્રણે લેવલમાં સુરતના વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવે છે.

ત્રણ થી ચાર કલાક ટ્યુશન:વારંવાર રિવિઝન કરવું કારણ કે જ્યારે પરીક્ષા આવે ત્યારે તે સમય દરમિયાન કોઈ પરીક્ષાનો ભાર ન લાગે.આ બાબતે સુરતમાં પહેલા ક્રમે આવનાર વિદ્યાર્થી હેત સિરિયાએ જણાવ્યું કે, મારું CA ફાઉન્ડેશનનાં પરિણામમાં 358 માર્ક્સ મેળવ્યા છે. આ પરિણામ પાછળ વર્ગખંડમાં જે રીતે મહેનત કરવામાં આવતી હતી. જે અભ્યાસ આપવામાં આવતો હતો. તેનું વારંવાર રિવિઝન કરવું કારણ કે જ્યારે પરીક્ષા આવે ત્યારે તે સમય દરમિયાન કોઈ પરીક્ષાનો ભાર ન લાગે તથા આ પરિણામમાં મારા એકાઉન્ટ્સમાં 90, લોમાં 85, ઇકોનોમિકમાં 93, અને મેથ્સમાં 90 માર્ક્સ આવ્યા છે.મને આ પરિક્ષામાં લો ખૂબ જ અઘરું લાગતું હતું પરંતુ મારા માર્ક્સ સારા આવી ગયા છે.રોજના ચાર થી પાંચ કલાક અભ્યાસ કરતો હતો.અને પરીક્ષા નજીક આવી ત્યારે રોજના છ થી સાત કલાક અભ્યાસ કરતો હતો.તે ઉપરાંત ત્રણ થી ચાર કલાક ટ્યુશનમાં આપતો હતો.




"મારી મમ્મીએ પપ્પાની જેમ જ મને દરેક પરિસ્થિતિમાં મારો સાથ સહકાર આપ્યો છે.વધુમાં જણાવ્યું કે, આ પરિણામ પાછળ જેટલું મારા સાહેબનો સપોર્ટ છે તેટલો જ સપોર્ટ મારા પરિવારનો પણ છે. પરંતુ ત્રણ વર્ષ પહેલા કોરોનામાં મારા પપ્પાનું અવસાન થઈ ગયું હતું. જેથી આખા ઘરનો ભાર મારી મમ્મી ઉપર આવી ગયું છે.અને મારી મમ્મીએ પપ્પાની જેમ જ મને દરેક પરિસ્થિતિમાં અમારી મમ્મી એ મારો સાથ સહકાર આપ્યો છે. આ પરિણામ પાછળ મારી મમ્મીનો પણ ખૂબ જ મોટો રોલ છે. પપ્પા ના અવસાન થઈ ગયા બાદ મમ્મી ઘરે ટ્યુશન ક્લાસ ચલવે છે. મારે આગળ જઈને મારા સરની જેમ બનવું છે. આપણા સમાજમાં જે પરિવારના બાળકોમાં CA બનવાની ઈચ્છા હોય પરંતુ તેઓનું આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને તેમાં છતાં તે બાળકોને CA નો અભ્યાસ આપે છે. અને એ બાળકનું ભવિષ્ય બની જાય છે"--હેત સિરિયા ( વિદ્યાર્થી )

અભ્યાસમાં મહેનત:આ પરિણામ માટે રોજના છ થી સાત કલાક અભ્યાસ કરતો હતો.આ બાબતે સુરતમાં બીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ઉજવલ સુમાનીએ જણાવ્યું કે, મારું CA ફાઉન્ડેશનનાં પરિણામમાં 400 માંથી 336 માર્ક્સ આવ્યા છે. એકાઉન્ટ્સમાં 94, લોમાં 64, ઇકોનોમિકમાં 92, અને મેથ્સમાં 86 માર્ક્સ આવ્યા છે. આ પરીક્ષા માટે મેં એપ્રિલ મહિનાથી શરૂઆત કરી હતી. અને રોજના છ થી સાત કલાક અભ્યાસ કરતો હતો. છેલ્લા બે મહિના સુધી અમને અમારા સાહેબ દ્વારા અભ્યાસમાં ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. CA નાં અભ્યાસમાં કોઈ વિષય અઘરો હોતો નથી. બસ જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો તમે અભ્યાસમાં મહેનત કરી પાસ કરી શકો છો.

  1. Surat News : સુરતમાં રિલ્સ બનાવવા જોખમી સ્ટંટ કરતા યુવકોનો વિડીયો સામે આવ્યો, સોશિયલ મીડિયાથી પોલીસ સુધી પહોંચ્યો
  2. Surat Crime: સુરત પીસીબી પોલીસે જાંબુઆની કુખ્યાત ચડ્ડી બનીયાન ધારી કેશરીયા ગેંગની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details