દેશભરમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ લોકો મસમોટા દંડને લઈને ડરના માહોલ વચ્ચે નિયમોનું પાલન કરી રહ્યા છે. જોકે, તેમાં થોડી રાહત થઈ છે. તે દરમિયાન હવે હેલમેટની ચોરી થવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. કારણ કે કોઈ પણ નિયમ કે કાર્યમાં સુરત મોખરે હોય છે. તેવામાં હેલ્મેટનો કાયદો આવતાની સાથે હેલ્મેટ ચોરી પણ સુરતમાં પહેલી થઈ અને તેમાં ગુનો પણ નોંધાયો.
લ્યો બોલો, હેલ્મેટ ચોરીની ફરિયાદ પોલીસ મથકમાંં નોંધાઇ - police station in surat
સુરત: હેલ્મેટ ચોરીની ઘટના પ્રથમવાર પોલીસ મથકમાં નોંધાઈ છે. સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં CCTVના આધારે હેલ્મેટ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સુરતનાં ઉધના વિસ્તારમાં ઉન ગામમાં રહેતા યુવક કોટક મહિન્દ્રા બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયો હતો. તે દરમિયાન પાર્કિંગમાં પાર્ક કરેલી તેની મોપેડ એક્ટીવા પરથી બે અજાણ્યા ઈસમ હેલમેટની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. બાદમાં હેલ્મેટની આજુબાજુ શોધ કરી પણ હેલ્મેટ ન મળતા આખરે યુવક દ્વારા બેંકમાં લાગેલા CCTV ચેક કરતા હકીકત બહાર આવી હતી. જેમાં બે ઈસમો હેલ્મેટની ચોરી કરતા જોવા મળ્યા હતા. બાદમાં યુવક દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસ તાત્કાલિક ફરિયાદ નોંધી અને CCTVના આધારે આગળની તપાસ હાથ ધરી છે.