સુરત: બિપરજોય વાવાઝોડું આખા દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઇ ગયું છે.પરંતુ તેની અસરના કારણે હજુ પણ સમગ્ર સુરત શહેરમાં આશરે 30 થી 35 કીમીની ઝડપે પવન ફૂંકાય રહ્યા છે. જેને કારણે સુરતમાં ઠેક ઠેકાણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ક્યાંક રસ્તા ઉપર તો ક્યાંક પાર્ક કરવામાં આવેલી ગાડી ઉપર છેલ્લા 6 દિવસમાં કુલ 134 વૃક્ષો ધરાશાયી થયા છે. જેમાં 6 વૃક્ષો પાર્ક કરવામાં આવેલી ગાડીઓ ઉપર પડતા નુકસાન પણ થયું છે. મહત્વની બાબત એ છેકે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. અને હાલ પણ શહેરમાં ક્યાંક વૃક્ષ ધરાશાયી થઈ રહ્યા છે. અને ફાયર વિભાગ સતત કાર્ય કરી રહ્યું છે.
"બીપરજોય વાવાઝોડુંના અસરના કારણે છેલ્લા 4 દિવસમાં કુલ 117 વૃક્ષ ધરાશાયી ના ફાયર વિભાગ ને કોલ મળ્યા છે.તેની સાથે આ પહેલા થી જ 18 ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા.અને વાવાઝોડું ને પહોંચી વળવા માટે પહેલાથી ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી હતી. જેનું ફાયર વિભાગના કર્મચારીઓને ખૂબ જ ફાયદો થયો છે.અને ફાયરના તમામ સાધનો ચકાસણી પણ પહેલાથી જ કરી દેવામાં આવી હતી --વસંત પરીખ (ફાયર વિભાગના એડિશન ચીફ ઓફિસર)