સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, એક રાતમાં 13 ઈંચ વરસાદથી જળબંબાકાર - સુરત
સુરતઃ ઉમરપાડામાં સોમવારે મોડી રાત્રે 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. માંડવી અને કિમને જોડતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાતાં તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો.
heavy-rains-in-umarpad
ઉમરપાડામાં રાત્રિ દરમિયાન 13 ઈંચ વરસાદ ખાબકતા આમલી ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. ગોડસબા અને અંબાપારડી ગામમાં પાણી ફરી વળતાં 100થી વધારે લોકોનું સ્થળાંતર કરાવાયું છે. વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવી રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આમલીડેમ ખાતે પાણી ફરી વળતાં સ્ટેટ હાઈવે પણ પાણી-પાણી થઈ ગયો હતો. હાલ પણ પાણી ભરાયેલા ગામોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.