ગુજરાત

gujarat

ETV Bharat / state

દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન, સુરતની ખાડીઓ ઓવરફ્લો - rain news today

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સુરતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મહેરબાન બનતા રસ્તા ભર પાણી ભરાયા છે. જેને લઇ વાહન ચાલકો અને રાહ દારીઓને ભારે હાલાકી પડી રહી છે.

rain in surt
rain in surt

By

Published : Aug 13, 2020, 1:14 PM IST

સુરત: શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન બનતા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે સુરતની ખાડીઓ પણ ઓવરફ્લો થઈ છે. જે ખાડીના પાણી આજુબાજુમાં આવેલી સોસાયટીઓમાં પ્રસરી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

રસ્તા ભર પાણી ભરાયા

સુરત સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની એકધારી ઇનિંગ જોવા મળી રહી છે. જેમાં જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતમાં ખાડીપુર આવ્યા છે. જે ખાડીના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યાં છે. સુરતના પર્વતગામ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં અને સર્વિસ રસ્તાઓ પણ ખાડીના પાણી ફરી વળતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અહીં આવેલ અલગ-અલગ સોસાયટીમાં ખાડીના પાણી ફરી વળ્યાં છે. જેથી મહિલાઓએ ઘરની બહાર નીકળવુ મુશકેલ બન્યું છે.

દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મહેરબાન, સુરતની ખાડીઓ ઓવરફ્લો

સવારે 6થી 8 વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા

તાલુકા

વરસાદ (મિમિમાં)

મહુવા 7 મી.મી. માંગરોળ 4 મી.મી. ઓલપાડ 7 મી.મી.

સુરત

3 મી.મી.
ઘરમાં ધુસ્યા પાણી

સવારે 8થી 10 વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા

મેધરાજા મહેરબાન
કામરેજ 37 મી.મી.
માંડવી 3 મી.મી.
માંગરોળ 2 મી.મી.
ઓલપાડ 1 મી.મી
સુરત 24 મી.મી
ઉમરપાડા 20 મી.મી

ABOUT THE AUTHOR

...view details