ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ભારે વરસાદ, ઉકાઈ ડેમમાં 5,37,847 ક્યુસેક પાણીની આવક - ગુજરાત

સુરત: હવામાન વિભાગની આગાહીના પગલે સુરત સહિત જિલ્લામાં મેઘરાજાની ફરી આગમનથી અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે. સાથે તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.

સુરતમાં ભારે વરસાદ, ઉકાઈ ડેમમાં 5,37,847 ક્યુસેક પાણીની આવક, ETV BHARAT

By

Published : Aug 9, 2019, 12:54 PM IST

સુરત તેમજ જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં વરસાદની જોરદાર ઇનિંગ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળથી મધ્ય મહારાષ્ટ્ર થઈ ગુજરાત તરફ આવી પહોંચેલા ડિપ ડિપ્રેશનની અસરને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર શરૂ થઇ છે. રાત્રે 12 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીનો સુરત સહિત જિલ્લાનો વરસાદ તમામ મિલિમીટર માં.

  • બારડોલી -33 MM
  • ચોર્યાસી- 12 MM
  • મહુવા -35 MM
  • કામરેજ- 21 MM
  • માંડવી -35 MM
  • માંગરોળ -82 MM
  • ઓલપાડ -16 MM
  • પલસાણા -23 MM
  • સુરત સીટી -15 MM

સાથે ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા સિઝનમાં જ્યાં ઉકાઈ ડેમની સપાટી 319 ફુટ સુધી હતી ત્યારે આ વખતે 325 ફૂટની સપાટી વટાવી દીધી છે. એવું જ નહીં હાલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 5,37,847 ક્યુસેકની આવક જોવા મળી રહી છે. જેથી આવનાર કલાકોમાં ઉકાઈ ડેમની સપાટીમાં વધુ વધારો જોવા મળશે.

સુરતમાં ભારે વરસાદ, ઉકાઈ ડેમમાં 5,37,847 ક્યુસેક પાણીની આવક, ETV BHARAT

જ્યારે સુરત રાંદેર ખાતે આવેલા વિયર કમ કોઝવેની સપાટી ભયજનક 6 મીટરની સપાટી વટાવી 6.54 મીટર પર પહોંચી છે. કાકરાપાર ડેમમાં પણ નવા નીરના કારણે ડેમની સપાટી 162.90 ફૂટ નોંધાઈ છે.

ABOUT THE AUTHOR

...view details