પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં એક કરિયાણાનો વેપારી પોતાના ઘરની છતમાંથી પાણી ટપકતું હતું તે બંધ કરાવવા માટે મજૂર સાથે ધાબા પર ગયો હતો.
સુરતમાં મૂશળધાર વરસાદ, છત પરથી લપસી જતા એકનું મોત - gujarati news
સુરતઃ શહેરમાં મેઘરાજાની તોફાની ઈંનીગ ચાલી રહી છે. આ વચ્ચે ધાબા પર ચઢેલા વ્યક્તિનો વીજળીનો કડાકો થયા બાદ હાર્ટ એટેક આવતા પગ લપસી જતાં તેનું મૃત્યુ થયું છે.
hd
આ દરમિયાન અચાનક વીજળીના કડાકા થયા હતા, જ્યા વેપારીને હાર્ટ એટેક આવી ગયો હતો, અહીં ધાબા પરથી તેમનો પગ લપસી જતાં તેઓ નીચે પટકાયા હતા.
ત્રણ માળની ઈમારતના ધાબા પર કામ કરાવવા ગયેલા વેપારી ભવરલાલને પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જેને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
Last Updated : Jun 29, 2019, 2:05 PM IST