સુરત: શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે.જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે. તે સાથે જ ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તારીખ 19 થી તારીખ 20 જુલાઈ સુધી સુરત જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.રેડ એલર્ટ એટલે કેટલાક વિસ્તારમાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્તિ કરવામાં આવી છે.
Surat Rain: સતત બીજા દિવસે ધોધમાર વરસાદ યથાવત, અનેક વિસ્તારો બની ગયા જળબંબાકાર - second consecutive day
સુરત શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે.તે સાથે જ ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે.
વિકાસના કામો પાણીમાં: સુરત શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે. ત્યારે આજે ગઈકાલ જેવી સ્થિતિનું નિર્માણ ખુંબ જ ઓછું થયું છે. આજે કવાસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન મૈન હાઇવેય ઉપર જ ગુથણીયા સુધીના વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે આવી સ્થિતિમાં સુરત મહાનગરપાલિકા ની પ્રિમોન્સૂન ની કામગીરી ખરડે ગઇ હોય તેવું કહી શકાય છે.ત્યારે વરસાદના રેડ એલર્ટ પેહલા જ મહાનગરપાલિકાની કામગીરી ઉપર પાણી ફેરવાઈ ગયું છે.પાણી ભરાવાના કારણે લોકો સતત હેરાન પરેશાન થઇ રહ્યા છે ત્યારે પાલિકાના કમિશનર થી લઈને અધિકારીઓ મસ્ત એસીરૂપમાં બેસવા વ્યસ્ત છે.એટલેકે સુરત મહાનગરપાલિકાનું પાણી મપાય ગયું છે. વિકાસના કામો પાણીમાં જતા જોવા મળી રહ્યા છે.
હાલાકીનો સામનો: ઈચ્છાપુર પોલીસ સ્ટેશન મૈન હાઇવેય ઉપર જ ગુથણીયા સુધીના વરસાદી પાણી ભરાયા હતા.હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના વેસ્ટ ઝોનમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. તો પછી સેન્ટ્રલ ઝોનમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે વરાછા ઝોનમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે અડાજણ અને ઇચ્છાપુરને જોડતો તથા ઓએનજીસીના મુખ્ય હાઇવે માર્ગ ઉપર ઘૂંટણીયા સુધીના પાણી ભરાઈ ગયા હતા.તે સાથે જ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની બહાર પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી જેને કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો.