ગુજરાત

gujarat

ETV Bharat / state

આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીએ સુરતના તરસાડીની મુલાકાત લીધી

મારું ગામ કોરાના મુક્ત ગામ અભિયાન અંતર્ગત માંગરોળના તરસાડી ખાતે આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીએ લીધી મુલાકાત લીધી હતી. તરસાડી નગર પાલિકાની મુલાકાત લઈને આરોગ્ય સુવિધાની તપાસ કરી હતી. આ તકે, પાલિકાના કોર્પોરેટર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્ટાફ વધારવાની માંગણી કરવામાં આવી હતી.

આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીએ સુરતના તરસાડીની મુલાકાત લીધી
આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીએ સુરતના તરસાડીની મુલાકાત લીધી

By

Published : May 10, 2021, 8:38 PM IST

  • આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીએ તરસાડીની મુલાકાત લીધી
  • કોનાણીએ પાલિકામાં આરોગ્ય સુવિધાની જાતતપાસ કરી
  • દર્દીઓને આરોગ્ય સુવિધા સમયસર મળી રહે તે માટે જરૂરી સૂચનો કર્યા

સુરત: જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગર ખાતે આરોગ્ય રાજ્યપ્રધાન કિશોરભાઈ કાનાણીએ “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાન અન્વયે તરસાડીનગર પાલિકામા મુલાકાત લઈ આરોગ્ય સુવિધાઓની જાતતપાસ કરી હતી. પ્રધાને આરોગ્ય સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આરોગ્ય દર્દીઓને જરૂરી પ્રાથમિક સુવિધાઓ, ભોજન, પાણી અને દવા સમયસર મળી રહે તે માટે જરૂરી સૂચના આપી હતી.

આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીએ સુરતના તરસાડીની મુલાકાત લીધી

આ પણ વાંચો:બેડ ઉપલબ્ધતા હેલ્પ લાઇનને લઈ સુરત મનપાનો પોકળ દાવો ETV Bharatએ કર્યો પર્દાફાશ

કોર્પોરેટર્સ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ વધારવાની માંગ

તરસાડી નગર પાલિકાના કોર્પોરેટર્સ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્ટાફ વધારવાની માંગણી કરવામાં આવી હતી. આથી, પ્રધાને આરોગ્ય અધિકારીને સ્ટાફ વધારવા માટેની સૂચના આપી હતી. પ્રધાન સાથે જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરી, દિપક પટેલ, ભરત રાઠોડ, તરસાડી નગરપાલિકાના કોર્પોરેટર, આરોગ્ય અધિકારીઓ જોડાયા હતા.

આ પણ વાંચો:સુરતમાં રોઝા રાખવાની સાથે મુસ્લિમ યુવકો 24 કલાક આપે છે ઓક્સિજનની સેવા

ABOUT THE AUTHOR

...view details