સુરતમાં પાણીપુરીના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા
સુરત: શહેરમાં આરોગ્ય વિભાગે વરાછા સ્થિત વલ્લભનગરમાં પાણીપુરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. વેપારીઓને ત્યાંથી સડેલા બટેટા અને પાણીનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે વેપારીઓને 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સ્પોટ ફોટો
સુરતના વરાછા વિસ્તારમાં વલ્લભનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કાજલ પાણીપુરીને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની તપાસમાં સડેલા બટેટા, ખરાબ ચણા તેમજ ખરાબ વાસણમાં પાણી બનાવતું હોવાનું સામેઆવ્યું હતું. જેના કારણે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી હતી. વેપારીઓને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ખરાબ પાણી પૂરીનો નાશ કરવામાં આવ્યો હતો. પાણીપુરી આરોગતા લોકો અહીની હાલત જોઈ તમે પણ પાણી પૂરી ખાતા પહેલા સો વખત વિચાર કરશો.