ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાસ્ટ ટ્રેક કોર્ટ બીજા માળેથી આરોપીએ મોતની છલાંગ લગાવી

સુરતના ફાસ્ટ ટ્રેક કોર્ટના બીજા માળેથી જામીન પર બહાર આવેલા આત્મહત્યા (Suicide case in Surat )કરી છે. જોકે આરોપીને શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કોર્ટમાં( Fast Track Court Surat )લઈ જવામાં આવ્યો હતો. પરંતુ આરોપીએ આ પેહલા કોર્ટમાં તારીખ પર હાજર થતો ન હતો જેથી સલાબત પોલીસ સ્ટેશનના સલવલેન્સ સ્ટાફ દ્વારા વોરંટ થકી પોલીસ તેણે કોર્ટમાં લઇ આવી હતી.

ફાસ્ટ ટ્રેક કોર્ટ બીજા માળેથી આરોપીએ મોતની છલાંગ લગાવી
ફાસ્ટ ટ્રેક કોર્ટ બીજા માળેથી આરોપીએ મોતની છલાંગ લગાવી

By

Published : Aug 1, 2022, 8:56 PM IST

સુરત:શહેરના ન્યૂ કોર્ટના ફાસ્ટ ટ્રેક કોર્ટ (Fast Track Court Surat )બીજા માળેથી જામીન પર બહાર આવેલા આરોપીએ મોતની છલાંગ લગાવતા કોર્ટ પરિસરમાં ચકચાર મચી હતી. આરોપી તારીખ સમયે કોર્ટમાં હાજર ન થતા પોલીસ પોલીસ દ્વારા આરોપીની પકડ વોરંટથી કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે આરોપી ને તાત્કાલિક 108 મારફતે ખાનગી હોસ્પિટલ લઈ જવા હતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃCM ભગવંત માનના ઘર સામે 2 છોકરાઓએ કર્યો આત્મહત્યા કરવાનો પ્રયાસ

આ પેહલા કોર્ટમાં તારીખ પર હાજર થતો ન હતો -શહેરના કોર્ટના ફાસ્ટ ટ્રેક કોર્ટ બીજા માળેથી જામીન પર બહાર આવેલા આરોપીએ મોતની છલાલ લગાવી આત્મહત્યા (Suicide from second floor of fast track court)કરતા સમગ્ર કોર્ટ પરિસરમાં ચકચાર મચી હતી. જોકે આરોપીને શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ આરોપીએ આ પેહલા કોર્ટમાં તારીખ પર હાજર થતો ન હતો જેથી સલાબત પોલીસ સ્ટેશનના સલવલેન્સ સ્ટાફ દ્વારા વોરંટ થકી પોલીસ તેણે કોર્ટમાં લઇ આવી હતી. આરોપીએ ફાસ્ટ ટ્રેક કોર્ટ બીજા માળેથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી છે.

આ પણ વાંચોઃઆત્મહત્યા બાદ યુવકને હજૂ હોસ્પિટલ જ લાવ્યા હતા, ત્યાંતો સાથે આવેલી મહિલાએ પણ પડતું મુક્યું

જામીન પર છોડવામાં આવ્યો હતો -સૂત્ર માહિતી અનુસાર આરોપી કાપડ દલાલના વેપાર સાથે સંકળાયેલો હતો. આરોપી ભરત કાળીયા વિરુદ્ધ સલાબત પોલીસ સ્ટેશનમાં ચાર મહિના પહેલા ચીટીંગનો કેસ નોંધાયો હતો. જેને લઈને આરોપીને નામદાર કોર્ટ દ્વારા શરતોને આધીન જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યો હતો. પરંતુ આરોપી તારીખ સમયે કોર્ટમાં હાજર ન થતા પોલીસ પોલીસ દ્વારા આરોપીની પકડ વોરંટથી કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં નામદાર કોર્ટ દ્વારા આરોપી ભરત કાળીયાને બે દિવસના રિમાન્ડ આપ્યા હતા. કોટરોમાંથી બહાર આવતા જ આરોપીએ કોર્ટના બીજા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે.

ABOUT THE AUTHOR

...view details