સુરતઃ શહેરમાંગાંજાની હેરાફેરી કરતા તેમજ વેપલો કરતા ઈસમો (hashish seized in Surat )સામે પોલીસે લાલ આંખ કરી છે. તેમ છતાં આ દુષણ હજુ બંધ થવાનું નામ લેતું નથી. ત્યારે વધુ એક વખત સુરત SOG પોલીસે (Surat SOG Police)ગાંજાનો વેપલો કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. SOG પોલીસને બાતમી મળી હતી કે કતારગામ ઉત્કલનગર ઝૂપડપટ્ટી પાસે આવેલા રેલવે પટરી નજીક બે શખ્સો ગાંજાનું વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરી હતી અને ત્યારબાદ દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં દરોડો પાડી બબલુ રામદયાલ કુર્મી પટેલ તેમજ કાર્તિક ઉર્ફે હાથી ગોપાલ પરીડાને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચોઃcannabis: મોપેડ પર ગાંજાનું વેચાણ કરતાં બે ઓડિશાવાસી ઝડપાયાં