સીટેક્સ 2023 કાર્યક્રમમાં હર્ષ સંઘવી સુરત સુરતમાં આજરોજ ઈન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના 2023 (SITEX 2023 )નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂત (Industries Minister Balwantsinh Rajput ) તેમની સાથે જ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ પ્રધાન દર્શના જરદોશ (Darshana Jardosh )પણ ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં થતા ફ્રોડને ટેક્સટાઇલ માર્કેટમાં (Surat Textile Market )અટકાવવા માટે નવું ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન (New Police Station ) બનાવવામાં આવશે એવું નિવેદન (Harsh Sanghvi ) આપ્યું હતું.
આ પણ વાંચો ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી બિલ્ડર સાથે 36 લાખની છેતરપિંડી, આરોપી ઝડપાયો
બજેટમાં પ્રાવધાન ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ( Harsh Sanghvi ) જણાવ્યું કે સુરત શહેરના લોકોએ જ્યારે આટલું બધું આપ્યું હોય ત્યારે દર્શનાબેન, બળવંતસિંહ અને સી.આર.પાટીલ એવા બધા જ લોકોનું કહેવાનું છે કે, તમામ ઉદ્યોગોને સુરક્ષાની બાબતે અને જ્યારે ફાઇનાન્સ ફ્રોડ છે. એને રોકવા માટે એક આયોજન થવું જોઈએ. આપ લોકોની પણ હંમેશાથી માંગણી રહી છે કે, ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન રહેવું જોઈએ. આપણે એ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન (Surat Textile Market New Police Station )માટે આગળ આ બજેટમાં પ્રાવધાન કર્યું છે. ત્યારે આપણે આવનારા દિવસોમાં નવું ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન આપવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો Arrested by Surat Crime Branch : આ મહાઠગ પર 100 કરોડ કરતાં પણ વધુ રૂપિયાની છેતરપિંડીની 120 ફરિયાદ
નવા પોલીસ સ્ટેશનમાં શું હશેનવા ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનમાં નવો 75 લોકોનું સ્ટાફ રહેશે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ( Harsh Sanghvi ) જણાવ્યું કે ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન (Surat Textile Market New Police Station ) માધ્યમથી આવનાર દિવસોમાં ટેક્સટાઇલ માર્કેટમાં જેતે ફ્રોડ થયું હશે. તેનું કામ ત્યાંથી જ પૂર્ણ કરવામાં આવશે. અને આપ સૌ લોકોને તેમનો લાભ મળશે. છેલ્લા એક વર્ષમાં હંમેશા એવી ફરિયાદો મળતી હતી કે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ જ્યારે પોલીસ સ્ટેશન જાય તેમની જોડે જ્યારે અલગ અલગ રાજ્યના લોકો ફ્રોડ કરતા હોય કોઈ બીજા રાજ્યનો વેપારી આપણી પાસે આવતો હોય અને આપણે એમના વિશ્વાસમાં આવીનેતેમને લાખોનો માલ આપી દેતા હોઈએ છીએ. વેપારી જ્યારે પૈસા આપવાની વાત આવે ત્યારે ફોન ના ઉચકે ત્યારે હવે એ વેપારી શાંતિથી ઊંઘી શકશે નહીં. એની ચેલેન્જ હું આપું છું.
40 કરોડથી વધારે રકમ પરત અપાવીગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ( Harsh Sanghvi ) જણાવ્યું કે જ્યારે સલાબતપૂરા, પોલીસ સ્ટેશન અને ઇકોનોમિક સેલની ફરિયાદો આવતી હોય કે આ કેસો સિવિલ કેસમાં ન થાય તે માટે આ બધા જ કેસો ક્રિમિનલ ફ્રોડ તરીકે જ ગણવામાં આવે જેથી તેની ઝડપ આપણે વધાવી છે. આપણે અમદાવાદમાં આ વખતે જે લોકોને પૈસા અટક્યા હતા તેવા કરોડ રૂપિયા પાછા અપાવ્યાં છે. તેને રિકવરી અપાવવામાં આપણને સફળતા મળી છે. એ જ રીતે સુરતમાં પણ 40 કરોડથી વધારે પૈસા આપણે લોકોને પાછા અપાવ્યાં છીએ. વેપારીઓ સાથે ફાઇનાન્સ ફ્રોડ (Finance fraud with merchants) સામે તમારા કરતાં વધારે ગુજરાત પોલીસ લડવા તૈયાર છે.