ગુજરાત

gujarat

ETV Bharat / state

Vijayadashami 2023 : સુરત પોલીસ હેડક્વાટર ખાતે શસ્ત્રપૂજન બાદ ગૃહ રાજ્યપ્રધાને અસામાજીક તત્વોને કર્યો લલકાર

'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો' વિજયાદશમીના પર્વ પર કાયદાને હાથમાં લેનાર લોકોને આ વાત સુરત શહેરમાં રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહી છે. દશેરાના પાવન પર્વ પર પોલીસ હેડક્વાર્ટર ખાતે હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજન કર્યું હતું. ઉપરાંત કાયદા તોડનાર લોકોને ચેતવણી પણ આપી દીધી હતી કે, જે લોકો પણ કાયદો હાથ લેશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Vijayadashami 2023
Vijayadashami 2023

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 4:40 PM IST

સુરત પોલીસ હેડક્વાટર ખાતે શસ્ત્રપૂજન બાદ ગૃહ રાજ્યપ્રધાને અસામાજીક તત્વોને કર્યો લલકાર

સુરત : વિજયાદશમીના પાવન પર્વ પર પોલીસ હેડક્વાટર ખાતે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અજય તોમર સહિત પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ શસ્ત્રોની પૂજા કરી હતી, એટલું જ નહીં પોલીસ વિભાગના અશ્વની પણ પૂજા કરવામાં આવી હતી.

શસ્ત્રપૂજન કાર્યક્રમ : વિધિવત મંત્રોચ્ચાર સાથે વિજયાદશમીના પર્વ પર પૂજા અર્ચના હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રાજ્યના તમામ અસામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું હતું કે, તેઓ જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. જે કોઈ કાયદાને હાથમાં લેશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ રાવણરૂપી ડ્રગ્સને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા રાજ્યના લોકોને આશ્વસ્ત પણ કર્યા હતા.

દેશના ઇતિહાસમાં કોઈપણ રાજ્યની સરખામણીમાં ગુજરાત પોલીસે સફળતાપૂર્વક ડ્રગના દૂષણને દૂર કરવા માટે કાર્યરત રહી છે. ડ્રગ્સની સામે અમે અભિયાન નહીં પરંતુ જંગ છેડી છે. ડ્રગ્સના દૂષણને સંપૂર્ણ રીતે સાફ કરીને અમે હંમેશા માટે બંધ કરી દઈશું એ ખાતરી આપું છું. -- હર્ષ સંઘવી (ગૃહ રાજ્યપ્રધાન)

અસામાજીક તત્વોને લલકાર : હર્ષ સંઘવીએ રાજ્યના તમામ લોકોને દશેરાની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, મનમાં જે પણ નકારાત્મક વાતો છે તે રાવણ સમાન છે, તેને સળગાવીને સકારાત્મકતા તરફ વળવાનો સમય છે. ગુજરાતના તમામ લોકોને કાયદામાં રહેવું પડશે, જે લોકો કાયદાને ઓળંગશે તેમને નુકસાન થશે. એટલે આ જ વર્ષે નહીં પરંતુ હંમેશા તેઓને કાયદામાં રહેવા માટે હું કહીશ. જે લોકો કાયદો તોડશે તેમની સામે ગુજરાત પોલીસ એક્શન લેશે, આવા લોકોને સજા થાય તે માટે ગુજરાત પોલીસ કાર્યરત રહેશે.

ડ્રગ્સને ડામવા ઝુંબેશ : ડ્રગ્સના દૂષણ અંગે નિવેદન આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાવણરૂપી ડ્રગ્સને સળગાવવા માટે ગુજરાત પોલીસ હંમેશા કાર્યરત હોય છે અને કોઈ દશેરાના મુહૂર્તની રાહ જોતી નથી. સાથે જ ગુજરાતની ધરતી પર જ નહીં પરંતુ દેશના કોઈ પણ રાજ્યના કોઈ પણ શહેરમાં ડ્રગ્સરૂપી રાવણને પકડવા અને તેને સળગાવવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે.

  1. Navratri 2023: આહીર સમાજની મહિલાઓએ પરંપરાગત પોશાકમાં કર્યા ગરબા
  2. Dussehra 2023 : સુરતમાં દશેરાએ દહન માટે 65 ફૂટ ઊંચું રાવણનું પૂતળું, ઓપ આપી રહ્યાં છે મુસ્લિમ કારીગરો

ABOUT THE AUTHOR

...view details