સુરતકૉંગ્રેસના નેતા શિવરાજ પાટિલે ભગવાન શ્રીકૃષ્ણ (Controversial statement on Lord Krishna) અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનના કારણે કૉંગ્રેસ ફરી એક વાર વિવાદમાં ફસાઈ છે. તેમના આ નિવેદન અંગે ચારે તરફ તેમની ટીકા થઈ રહી છે. ત્યારે હવે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરત ખાતે કૉંગી નેતાના વિવાદાસ્પદ નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કૉંગી નેતા શિવરાજ પાટીલે (congress leader shivraj patil) શ્રીકૃષ્ણના ભક્તોની લાગણની (Controversial statement on Lord Krishna) ઠેસ પહોંચાડી છે.
ભગવાનના ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, પહેલા ભગવાન શ્રીરામના ભક્તોનું અને હવે મહાભારતને અલગ અલગ વિષય સાથે જોડવું યોગ્ય નથી. દરેક નેતાએ લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોની લાગણીઓને (Controversial statement on Lord Krishna) ઠેસ પહોંચાડવાનું કામ થયું છે તેને ખરેખર હું વખોડી કાઢું છું. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે. ત્યારે દેશની તમામ તાકાત ગુજરાતના નાગરિકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે.