ગુજરાત

gujarat

ETV Bharat / state

હાર્દિકના મૌનથી પાસ નેતાઓ વિચલિત, ટેકો આપનારા કોંગ્રેસ ઉમેદવારોએ પણ મોં ફેરવ્યું - Surat Municipal Corporation

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસીની સાથે કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો વચ્ચે પણ જંગ જોવા મળશે. પાટીદાર અનામત સમિતિ અને હાર્દિક પટેલને કરાયેલા વાયદા મુજબ સુરતમાં ટિકિટ નહીં આપતા પાસ વિફરી છે. જે કારણે પાસ દ્વારા ઓપન ચેલેન્જ આપવામાં આવી છે કે, પાટીદાર વિસ્તાર ગણાતા ગુજરાતના કોઈપણ વિસ્તારમાં જો કોંગ્રેસ પ્રચાર કરશે, તો તેને પાસને અનેક મુદ્દાઓને લઇ જવાબ આપવો પડશે. આટલું જ નહીં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરે સાફ કીધું છે કે, આ વિસ્તારમાં કોંગ્રેસના કોઈ નેતા પ્રચાર કરી શકશે નહીં અને જનસભા સંબોધી શકશે નહીં.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી

By

Published : Feb 8, 2021, 4:55 PM IST

Updated : Feb 8, 2021, 6:18 PM IST

  • સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો વચ્ચે પણ જંગ જામશે
  • ગુજરાતના કોઈપણ વિસ્તારમાં જો કોંગ્રેસ પ્રચાર કરશે, તો તેને પાસને અનેક મુદ્દાઓને લઇ જવાબ આપવો પડશે
  • પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસના કોઈ નેતા પ્રચાર કરી શકશે નહીં અને જનસભા સંબોધી શકશે નહીં

સુરત : SMCની ચૂંટણીમાં હવે રસાકસી જોવા મળશે. પાટીદાર વિસ્તાર ગણાતી તમામ બેઠકો પર હવે કોંગ્રેસ અને પાટીદાર અનામત સમિતિ આમને સામને આવી ગઈ છે. વાયદા મુજબ ટિકિટની ફાળવણી નહીં થતા પાસ કોંગ્રેસ પર આક્ષેપ લગાવી રહી. પાસે અલ્ટીમેટમ આપ્યું છે કે, જે ઉમેદવારો પાસને સમર્થન કરી રહ્યા છે, તે ફોર્મ પરત ખેંચી લે અને સાફ કરી દીધું છે કે, ચૂંટણીમાં કોંગ્રેસને પ્રચાર કરવા દેશે નહીં. જ્યારે બીજી તરફ પાટીદાર મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારોએ સાફ કરી દીધું છે કે, તેમને ઉમેદવારીપત્રક પરત નહીં ખેંચશે.

હાર્દિકના મૌનથી પાસ નેતાઓ વિચલિત, ટેકો આપનારા કોંગ્રેસ ઉમેદવારોએ પણ મોં ફેરવ્યું

હાર્દિકનું મૌન પાસના સભ્યોને વધુ ખટકી રહ્યું છે

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, આશરે 12 કોંગ્રેસના ઉમેદવારો તેમની સાથે છે, પરંતુ આ તમામ ઉમેદવારોએ કોંગ્રેસનો સાથ ન છોડવાનો નિર્ણય કર્યો છે. જેથી પાસ વધુ આક્રમક બની છે. આ સમગ્ર વિવાદને બે દિવસ થઈ ગયા હોવા છતાં અત્યાર સુધી હાર્દિક પટેલે કોઈ નિવેદન આપ્યું નથી. હાર્દિકનો મૌન પાસના સભ્યોને વધુ ખટકી રહ્યો છે.

પાટીદાર વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારીપત્રક પાછા ખેંચવાના મૂડમાં નથી

આ સમગ્ર ઘટના અંગે સુરત ખાતે મિટિંગ પણ યોજાઈ હતી. જેમાં પાસે નિર્ણય લીધો હતો કે, પાટીદાર અનામત આંદોલન વર્ષ 2015માં પાંચના કારણે જે પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા અને હાલ તેમને કોંગ્રેસ તરફ ટિકિટ મળી છે, તેવા ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રક પાછા ખેંચી લે, પરંતુ પાસના આહ્વાન બાદ પણ પાટીદાર વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારીપત્રક પાછા ખેંચવાના મૂડમાં નથી. ETV Bharatને ટેલિફોનિક કોંગ્રેસના કેટલાક નેતાઓએ જણાવ્યું હતું કે, તેમને ઉમેદવારીપત્રક પાછા ખેંચશે નહીં. જેમાં નિલેશ કુંભાણી, દિનેશ કાછડીયા, પૂર્વ વિપક્ષના નેતા પપન તોગડીયા, સુરેશ સુહાગિયા, દિનેશ સાવલિયા સહિત ઉમેદવારો ઉમેદવારીપત્રક પાછા ખેંચશે નહીં.

મનદુઃખ થયું હશે તો અમે પાસના સભ્યો સાથે વાતચીત કરીશું

આ અંગે પાલિકાના પૂર્વ વિપક્ષના નેતા અને હાલ કોંગ્રેસના ઉમેદવાર પપન તોગડિયાએ જણાવ્યું હતું કે, મનદુઃખ થયું હશે, તો અમે પાસના સભ્યો સાથે વાતચીત કરીશું. તેમને અમારા પરિવારના જ સભ્યો છે અને જે પણ સમસ્યા ઊભી થઈ છે, તેનો નિકાલ કરવામાં આવશે. જ્યારે પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે, હવે આવનારા દિવસોમાં નક્કી થશે, કે કોણ સમાજ સાથે છે. હાર્દિક અને હાઇકમાન્ડનું મૌન પ્રશ્નાર્થ છે.

ધાર્મિકે ઉમેદવારીપત્રક ભર્યું ન હતું

ઉલ્લેખનીય છે કે, ધાર્મિક માલવીયા અને વૉર્ડ નંબર 3થી કોંગ્રેસે ઉમેદવારી આપી હતી, પરંતુ વાદા મુજબ અન્ય બેઠકો પર કોંગ્રેસે તેમના લોકોને ટિકિટ નહીં આપતા પાસમાં ભારે નારાજગી જોવા મળી હતી. જેથી ધાર્મિકે ઉમેદવારીપત્રક ભર્યું ન હતું.

Last Updated : Feb 8, 2021, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details