સુરત : ભાજપાના ધારાસભ્ય અને પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલ આજે જાહેરનામા બંધ કેસમાં સુરત કોર્ટમાં હાજર થયા હતા. ચોક ખાતે એક સભામાં જાહેરનામા ભંગ કરવાના કેસમાં હાર્દિક પટેલનું આજે સુરત કોર્ટમાં નિવેદન લેવાયું છે. સરથાણા પોલીસ દ્વારા હાર્દિક પટેલ પર કેસ કરાયો હતો. જો કે આ કેસમાં હવે કોર્ટમાં વધુ દલીલ અને ઠરાવ 20 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.
પાટીદાર અનામત આંદોલન સમયે જાહેરનામાના ભંગ મામલે હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર થયો
પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ ઉપર સુરતમાં જાહેરનામાના ભંગના કેસ મામલે આજે કોર્ટમાં હાજર રહ્યો હતો. હાર્દિક પટેલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવે તેવી શકયતાઓ હતી. હાર્દિક પટેલના વકીલ યશવંતસિંહ વાળાએ માહિતી આપી હતી.
Published : Dec 11, 2023, 12:36 PM IST
|Updated : Dec 11, 2023, 3:16 PM IST
કલમ 370 પર હાર્દિકનું નિવેદન : હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેનો સીધો વિરોધ કરવા માટે દરેક મેટરને લઈને સુપ્રીમ કોર્ટ આવવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે એ પણ કીધું છે કે ભારત સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે છે તે સમજી વિચારીને લેવાય છે. આજે ખુશીનો વિષય છે કે 370 ની જે કલમ હટાવવામાં આવી હતી અને જમ્મુ કશ્મીરમાં એક અમનની સ્થાપના થઈ છે. શાંતિથી લોકો જીવી રહ્યા છે. સ્વાભાવિક છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના કારણે ઘણા લોકોના મોઢા પર તમાચો વાગ્યો છે. ઘણા લોકો વિરોધ કરી રહ્યા હતા કે 370 ની કલમ હટાવી શકાય નહીં. રામ મંદિર બની શકે નહીં. જેથી આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ઘણા લોકો માટે ખુશીના સમાચાર છે.
અપડેટ ચાલું છે...