ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઇવે ચક્કાજામ કરવાના કેસમાં હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર થયો - કઠોર કોર્ટ

5 વર્ષ અગાઉ નેશનલ હાઇવે નંબર 48 કામરેજ નજીક ચક્કાજામ કરવાના કેસમાં હાર્દિક પટેલ સહિતના પાસના કાર્યકરો સામે ગુનો નોંધાયો હતો. આ કેસ કામરેજની કઠોર કોર્ટમાં ચાલતો હોવાથી હાર્દિક પટેલ સોમવારના રોજ કોર્ટમાં હાજર રહ્યો હતો.

ETV BHARAT
હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર

By

Published : Mar 1, 2021, 11:02 PM IST

  • 5 વર્ષ અગાઉના હાઇવે ચક્કાજામના કેસમાં હાર્દિક થયો હાજર
  • અલ્પેશ કથીરિયા સહિતના કાર્યકરો સામે નોંધાયો ગુનો
  • અન્ય આરોપી હાજર નહીં રહેતાં 12 એપ્રિલે સુનાવણી
    હાઇવે ચક્કાજામ કરવામાં કેસમાં હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર થયો

સુરતઃ સોમવારના રોજ સુરત જિલ્લાના કઠોર ન્યાયલય ખાતે હાર્દિક પટેલે હાજરી આપી હતી. 5 વર્ષ અગાઉના હાઈવે પર ચક્કાજામના કેસમાં આજે સોમવારે તારીખ હોવાથી હાર્દિક પટેલ કોર્ટમાં હાજર થયો હતો. જો કે, સહ આરોપી ગેરહાજર રેહતાં વધુ સુનાવણી 12 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

પોલીસ પૂછપરછમાં હાર્દિક પટેલનું નામ ખુલ્યું હતું

5 વર્ષ અગાઉ થયેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન નેશનલ હાઈવે પર કામરેજ નજીક પાસના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેને લઇ પાસ નેતા અલ્પેશ કથીરિયા સહિત અનેક લોકો સામે ગુના નોંધાયા હતો. જેમાં કાર્યકરોની પૂછપરછ બાદ હાર્દિક પટેલનું નામ ખુલ્યું હતું. જેને લઇ કામરેજ પોલીસ મથકમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેનો કેસ કામરેજની કઠોર કોર્ટમાં ચાલી રહ્યો છે. જેની આજે સોમવારે સુનાવણી હતી. જેથી હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો હતો.

હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર

વધુ સુનાવણી 12 એપ્રિલે

કઠોર કોર્ટમાં આજે સોમવારે ચાલી રહેલા કેસમાં ચાર્જ ફ્રેમ થવાની હતી, પરંતુ હાર્દિક સિવાય અન્ય આરોપી અલ્પેશ કથીરિયા તેમજ સંજય માવાણી ગેરહાજર રહેતાં આજે સોમવારે કોર્ટ કાર્યવાહી અધુરી રહી હતી. તેમજ નામદાર કોર્ટ દ્વારા આગામી 12 એપ્રિલના રોજ આગળની સુનાવણી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details