- પરિવાજનોએ બુમાબુમ કરી પાડોશીઓને ભેગા કરી દીધા હતા
- ગણતરીના કલાકોમાં લલિતનું મોત નિજપતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા
- પુત્રનું મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઇ
સુરતઃ અલથાણ વિસ્તારમાં રહેતો અને ધો.12માં અભ્યાસ કરતો લલિત શર્મા નામનો વિદ્યાર્થી હાલમાં માસ પ્રમોશન(MASS PROMOTION) મળતા ખૂબ ખુશ હતો. પરંતુ તે બાથરૂમમાં ગયો હતો, ત્યારબાદ ઘણા સમય સુધી તે બહાર નીકળ્યો ન હતો. જેથી પરિવારના સભ્યો ચિંતામાં મુકાયા હતા.
માસ પ્રમોશનથી ખુશખુશાલ ધો.12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી બાથરૂમમાં મૃત મળી આવ્યો આ પણ વાંચોઃમાસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડ આપશે માર્કશીટ
પરિવારજનોએ બાથરૂમનો દરવાજો ખખડાવતા જાણ થઇ
પરિવારજનોએ બાથરૂમનો દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી પરિવાજનોએ બુમાબુમ કરી પાડોશીઓને ભેગા કરી દીધા હતા. પાડોશીઓએ ભારે જહેમત બાદ બાથરૂમની પાછળના ભાગે આવેલી બારી તોડી એક બાળકને બાથરૂમમાં ઉતાર્યો હતો અને બંધ બાથરૂમનો દરવાજો ખોલાવ્યો હતો.
વિદ્યાર્થી બેભાન હાલતમાં પડેલો હતો
બાળકે બાથરૂમનો દરવાજો ખોલતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા. વિદ્યાર્થી લલિત બાથરૂમમાં ઉંધો જમીન પર પડેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. લલિતનું હાર્ટ બંધ થઈ ગયું હોવાથી ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પમ્પીંગ કરી હાર્ટ ચાલુ કર્યું હતું. જો કે, ગણતરીના કલાકોમાં લલિતનું મોત નિજપતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતાં.
આ પણ વાંચોઃધોરણ 12ના વિદ્યાર્થીને માસ પ્રમોશન નહીંઃ CM
લલિતના મૃતદેહને અંતિમ વિધિ માટે વતન હરિયાણા લઈ જવામાં આવ્યો
લલિતના મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં કામગીરી હાથ ધરી હતી. પોસ્ટ મોર્ટમ બાદ લલિતના મૃતદેહને અંતિમ વિધિ માટે વતન હરિયાણા લઈ જવામાં આવ્યો હતો. વધુમાં મૃતક લલિતના પિતા કોરોના પોઝિટિવ થયા હતા અને 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહી સાજા થયા બાદ 30મી મેના રોજ ઘરે આવ્યા હતાં. જો કે, પુત્રનું મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઇ હતી.