Hanuman Jayanti 2023: હનુમાન દાદાની 350 કિલો વજન, 110 કિલો ચાંદી અને ગોલ્ડ પ્લેટથી તૈયાર કરાયેલ હનુમાનની અનોખી પ્રતિમા સુરત: આજે હનુમાન જયંતી છે. હનુમાન ભક્તો માટે આજનો દિવસ ખૂબ મહત્વ નો હોય છે. વહેલી સવારથી હનુમાન દાદાના ભક્તો મંદિરમાં જઈ હનુમાન દાદાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે અમે આપને હનુમાન દાદાની એક વિશાલકાય પ્રતિમા અંગે જણાવવા જઇ રહ્યા છે. હનુમાન દાદાની વિશાલકાય પ્રતિમા વિશ્વની એકમાત્ર એવી પ્રતિમા છે. જેને લોકોએ ક્યાંક પણ બીજી જગ્યાએ જોયા હશે નહીં.
આ પણ વાંચોઃHANUMAN JAYANTI : હનુમાનજીના જન્મની આ રસપ્રદ કહાણી તમે ભાગ્યે જ સાંભળી હશે
હનુમાનદાદાની મૂર્તિઓની સમીક્ષાઃ સુરતમાં કન્સ્ટ્રકશનના વેપારીના ઘરે છે હનુમાન દાદાની એક અદ્ભુત પ્રતિમા એવી પ્રતિમા કે જે વિશ્વના કોઈપણ ખૂણામાં જોવા મળી શકે નહીં હનુમાન ભક્તો જ્યારે આ પ્રતિમા વિશે સાંભળશે તો તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ જશે. આમ તો હનુમાન દાદા ને ભગવાન શિવનુ રુદ્ર સ્વરૂપ કહેવામાં આવે છે અને તેમના આ રુદ્ર સ્વરૂપની પ્રતિકૃતિ શીતલ ભાઈના ઘરે હનુમાન દાદાની વિશાલ પ્રતિમા થકી જોઈ શકાય છે.
દાદાના પરમ ભક્તઃ સુરતમાં કન્સ્ટ્રકશન વ્યવસાય કરતા શીતલ ભાઈ હનુમાન દાદાના પરમ ભક્ત છે. પોતાની ભક્તિ અને શ્રદ્ધા મુજબ તેઓએ વિચાર કર્યો કે, હનુમાન દાદાની એક ભવ્ય મૂર્તિ તેઓ બનાવે મૂર્તિ કેવી હશે તે અંગે ખૂબ જ મથામણ પણ કરવામાં આવી હતી ઇન્ટરનેટથી લઈ દેશ-વિદેશમાં સ્થાપિત હનુમાનદાદાની મૂર્તિઓની સમીક્ષા પણ કરાવી પરંતુ અચાનક instaon પર હનુમાન દાદાના રુદ્ર સ્વરૂપ ની તસવીર આટલી હદે ભાવિ ગઈ કે તેઓએ છ મહિનાના આત્મમંથન બાદ આ મૂર્તિ ચાંદીમાં બનાવવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચોઃHanuman Jayanti : HCએ બંગાળ સરકારને કેન્દ્રીય દળોને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો
24 કેરેટ ગોલ્ડ પ્લેટેડઃ આ મૂર્તિ જોઈ ભક્તોની આંખો ખુલી ને ખુલી રહી જશે જ્યારે હનુમાન દાદાની આ પ્રતિમાં ભક્તો જુએ છે ત્યારે ઊર્જા અને સકારાત્મક ભાવની અનુભૂતિ તેમને હોય છે રાજસ્થાન ના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રતિમાની ખાસિયતએ છે કે આ સવા છ ફૂટ ઊંચી અને વિડ વુડથી તૈયાર કરવામાં આવી છે. જેની ઉપર 110 કિલો ચાંદી સહીત 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. નિયમિત હનુમાન દાદાની આ પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવે છે આ પ્રતિમા જોઈ હનુમાન ભક્તો મા ભક્તિનો સંચાર થવા માંડે છે. હનુમાન ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ અને શ્રદ્ધાનો છે ત્યારે સુરતમાં રહેતા શીતલ ભાઈ ની હનુમાન દાદા પ્રત્યે લાગણી પ્રેમ અને ભક્તિ એ વિશ્વની એક એવા હનુમાન દાદાની પ્રતિમા બનાવી દીધી છે જે ક્યાંય પણ જોવા મળતી નથી.
ભક્તોની માનતા પૂર્ણ થાય છેઃ શીતલ ભાઈના પુત્ર એ જણાવ્યું કે, તેમના ઘરે કોઈપણ હનુમાન ભક્ત અમારા ઘરે આવીને હનુમાન દાદાના દર્શન કરી શકે છે અને પૂજા અર્ચના પણ કરી શકતા હોય છે. આસ્થા છે કે, હનુમાન દાદાની આ પ્રતિમા પાસે જે પણ માનતા ભક્તો રાખે છે તે પૂર્ણ થઈ જાય છે. છ મહિનામાં આ પ્રતિમા તૈયાર થઈ અને આ માટે ઉદયપુર થી કારીગરો આવ્યા હતા. 11 દિવસ સુધી પૂજા પાઠ કરી પ્રાણ પ્રતિષ્ઠા ઘરમાં કરવામાં આવી. સંસ્કૃતમાં જે પીએચડી છે, તેવા મહારાષ્ટ્રના પંડિતો અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવ્યા હતા. આ પ્રતિમા જોયા પછી લાગશે કે હનુમાનદાદા રામજી ના જાપ કરી રહ્યા છે જ્યારે જામવનજીએ તેમને શક્તિઓ યાદ કરાવી તે સમયે તેઓ જ્યારે પર્વત ઉપર ઉભા હતા તે આ પ્રતિમામાં જોવા મળે છે.