કળિયુગમાં પ્રામાણિકતા, હેર સલુનના કર્મચારીએ દાગીનાનું પાકીટ માલિકને કર્યું પરત સુરતઆજના સમયમાં હવે કોઇને ઈમાનદારી પર વિશ્વાસ નહીં હોય કેમકે સમાજમાં એવા એવા કિસ્સાઓ (great example of honesty) સામે આવતા હોય છે કે લોકો તો એવું કહે છે કે એ ઇમાનદારીના દિવસો તો હવે ગયા. પરંતુ આ વાતને ખોટી સાર્થક કરતો કિસ્સો સુરતમાં બન્યો છે. જેમાં હેર સલુનના કર્મચારીએ ઈમાનદારીનું ઉતમ ઉદાહરણ આપ્યું છે.
ઉતમ ઉદાહરણશહેરમાં એક હેર સલુનના કર્મચારીએ ઈમાનદારી અને પ્રમાણિકતાનું (Hair salon employee Surat best example honesty) ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતમાં એક વ્યક્તિનું હીરાજડિત દાગીનાનું પાકીટ પડી ગયું હતું. જે પાકીટ હેર સલુનના કર્મચારીને મળ્યું હતું. પાકીટમાં મંગળસૂત્ર અને બે ચેઈન મળી અંદાજે 2.25 લાખની કિંમત હતી. હેર સલુનના કર્મચારીએ આ પાકીટઉમરા પોલીસ મથકે (Surat Umra Police) જઈને મૂળ માલિકને પરત કર્યું હતું. (Hair salon employee give back diamond packet)
આ પણ વાંચો સુરતમાં ઇમાનદારીની જીવિત મિશાલઃ 9 લાખ રૂપિયાના હીરા રત્નકાલાકારે માલિકને પરત આપ્યા
પેકેટ પડી ગયુંસુરતના સુલતાબાદ ખાતે રહેતા ધવલ મહેશ લાલા અગત્ય કામ અર્થે સીટીલાઈટ રોડ ખાતે ગયા હતા. આ દરમ્યાન રસ્તામાં હીરા જડિત મંગળસૂત્ર અને બે ચેઈન મળી અંદાજે 2.25 લાખની મત્તાનું પાકીટ પેન્ટના ખિસ્સામાંથી પડી ગયું હતું. ધવલ ખિસ્સામાંથી ફોન કાઢવા જતા પત્નીનું હીરા જડિત મંગળસૂત્ર સહીતનું પેકેટ પડી ગયું હતું. પેકેટ પડી ગયું હોવાની જાણ થતા તેઓ શોધખોળ પણ કરી જોકે પાકીટ નહીં મળતા તેઓ તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. પાકીટ ન મળતા તેઓ ઉમરા પોલીસ મથકે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ પોકીટના શોધખોળમાં નીકળી ગઈ હતી. પોલીસે(Surat Umra Police) સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથધરી હતી.
પોલીસને જાણ કરી ભાર્ગવનું આભાર પોલીસ તપાસ કરી રહી હતી. આ વચ્ચે સીટીલાઈટ રોડ સ્થિત હેર સલુનના કર્મચારી ભાર્ગવ દિનેશ જોટગીયાને આ પાકીટ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે હેર ડ્રેસર ભાર્ગવ પાસેથી મંગળસૂત્ર અને ચેઇન વાળું પર્સ લઈને મૂળ માલિકને પરત કર્યું હતું. ધવલે ભાર્ગવનું આભાર વ્યક્ત કર્યો હતો.
પારકી મૂડી ધૂળ બરાબરભાર્ગવએ જણાવ્યું હતું કે, તેઓ બેંકમાં પૈસા ભરવા નીકળ્યા હતા. તે સમયે તેમની નજર પોકીટ પર ગઈ. જેને ખોલ્યું તો તેમાં મંગળસૂત્ર અને પેન્ડલ સેટ સહિત બે ચેઈન હતા. મારા માતા પિતાએ શીખવાડવામાં આવ્યું છે પારકી મૂડી ધૂળ બરાબર છે. જ્યારથી મને આ મળ્યું ત્યારથી જ મેં તેને પરત આપવાનો નિર્ણય કર્યો હતો અને મેં ઉમરા પોલીસ જાણ કરી હતી.