ગુજરાત

gujarat

ETV Bharat / state

H3N2 Surat: સુરતમાં H3N2 પર બાજ નજર રાખવા ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ

H3N2 વાયરસના કેસો વધતા અટકાવવા માટે સુરત આરોગ્યતંત્ર તૈયાર દેખાઇ રહ્યું છે. આજે ગુરુવારે સુરતમાં H3N2 પર બાજ નજર રાખવા ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટરથી સુરત કોર્પોરેશન અધિકારીઓ નોંધાયેલા કેસોની સતત સમીક્ષા કરશે.

H3N2 Surat : સુરતમાં H3N2 પર બાજ નજર રાખવા ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની શરૂઆત
H3N2 Surat : સુરતમાં H3N2 પર બાજ નજર રાખવા ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની શરૂઆત

By

Published : Mar 16, 2023, 3:55 PM IST

સુરત કોર્પોરેશન અધિકારીઓ નોંધાયેલા કેસોની સતત સમીક્ષા કરશે

સુરત: સુરતમાં વેરીએન્ટ H3N2 પર બાજ નજર રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના મગદલ્લા રોડ સીટ ઇમરજન્સી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ કંટ્રોલરૂમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ વર્તમાન સમયમાં નોંધાયેલા કેસોની સમીક્ષા કરશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.

ઇમરજન્સી કંટ્રોલરૂમનો આજથી પ્રારંભ :સુરત શહેરમાં શરદી ખાંસી તાવનો રોગોનો વધારો થતાં સુરત મહાનગરપાલિકા એલર્ટ મોડ પર છે અને ઇમરજન્સી કંટ્રોલરૂમનો આજથી પ્રારંભ થયો છે. કોરોના સિઝનલ ફ્લુ અને હાલમાં આજે સક્રિય થયેલા H3N2 વાયરસની સ્થિતિ વધે નહીં આ માટે પાલિકાના અધિકારીઓ દ્વારા અગમચેતી પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલા ઈન્ટિગ્રેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ઇમરજન્સી કંટ્રોલરૂમની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો Gujarat Corona Update : 24 કલાકમાં 90 કેસ, અમદાવાદમાં આંકડો કેટલો થયો જૂઓ

શરદી ખાંસી અને તાવના કેસોમાં વધારો :ઇમરજન્સી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટરમાં 120 જેટલા ડોક્ટર્સ તથા 650 જેટલા પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. સુરતમાં વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો છે તેના કારણે શરદી ખાંસી અને તાવના કેસોમાં પણ વધારો થયો છે. બીજી બાજુ શહેરમાં H3N2 ના લક્ષણોવાળા કેસોમાં પણ જોવા મળી રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાના પણ દૈનિક આશરે 10થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. અચાનક જ અલગ અલગ વાઇરસના કેસ વધતા પાલિકા તંત્ર થયું છે.

લોકો પોતે આઇસોલેટ થાય:આરોગ્ય વિભાગના અધિકારી ડૉ પ્રદીપ ઉમરીગરએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે રીતે કેસો વધ્યા છે તેના અગમચેતીના પગલાંરૂપે સુરત મહાનગર પાલિકા દ્વારા કંટ્રોલરૂમની શરૂઆત કરી દેવામાં આવી છે. લોકોની અંદર અને મેડિકલ ફેટરિટીમાં અવેરનેસ આવે આ માટે અમે તૈયારીઓ કરી લીધી છે. લોકો પોતે આઇસોલેટ થાય અને તેમને જરૂરિયાત મુજબ આરોગ્ય લક્ષી કાળજી મળી રહે આ માટે આ કંટ્રોલરૂમ સજ્જ રહેશે. જે પણ કેસો આવશે તેની સાત દિવસ સુધી મોનીટરીંગ કંટ્રોલ રૂમમાંથી થઈ શકશે.

આ પણ વાંચો H3N2 Virus cases in Bhavnagar : બે મહિનામાં H3N2ના બે કેસ, તૈયારીના નામે માત્ર ટેમીફ્લુ ટેબ્લેટ ઉપલબ્ધ

ઝોનલ સ્તરે પણ કાર્ય થશે : સાથે તેઓએ જણાવ્યું હતું કે, દર્દીને આઇસોલેશન કરવાની સાથે પરિવારના સભ્યોની ટેસ્ટિંગ સહિતની કામગીરી કરવામાં આવશે. વધુમાં જરૂર લાગે તો ઘરે જઈને પણ કર્મચારીઓ તપાસ કરશે. આ કાર્ય માટે આઠ ટીમો કાર્યરત રહેશે અને જરૂર લાગશે તો ઝોનલ હેડ સહિતના અધિકારીઓ પોતાની રીતે ઝોનમાં જ તમામ પ્રક્રિયા હાથ ધરશે. ટેસ્ટિંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ ક્રાઈટેરિયા મુજબ તમામ પ્રક્રિયા હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details