ગુજરાત

gujarat

ETV Bharat / state

H3N2 Cases: સુરતમાં H3N2 વાઈરસે માથું ઊંચક્યું, ડોક્ટરે ફરી માસ્ક પહેરવાની આપી સલાહ - H3N2 Cases increased in Surat New Civil Hospital

સુરતમાં બદલતા વાતાવરણની વચ્ચે H3N2ના વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં H3N2ના લક્ષણોને લાગતા કેસમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને નવી સિવિલ હોસ્પિટલમાં દૈનિક 100થી 125 કેસ આવી રહ્યા છે.

H3N2 Cases: સુરતમાં H3N2 વાઈરસે માથું ઊંચક્યું, ડોક્ટરે ફરી માસ્ક પહેરવાની આપી સલાહ
H3N2 Cases: સુરતમાં H3N2 વાઈરસે માથું ઊંચક્યું, ડોક્ટરે ફરી માસ્ક પહેરવાની આપી સલાહ

By

Published : Mar 13, 2023, 5:17 PM IST

કોરોનામાં ધ્યાન રાખતા તેવું ધ્યાન રાખવાની જરૂર

સુરતઃશહેરમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. તેના કારણે હવે અહીં H3N2ના વાઈરસનો કહેર પણ જોવા મળી રહ્યો છે. અહીં સવારે ઠંડી ને બપોરે આકરી ગરમી જોવા મળી રહી છે. આને લઈને H3N2ના લક્ષણોને લગતા કેસ પણ વધી રહ્યા છે. એટલે નવી સિવિલ હોસ્પિટલમાં દૈનિક 100થી 125 કેસ આવી રહ્યા છે. 3 દિવસ પહેલા જ મહિલાનું ઈન્ફેક્શનના કારણે મોત નીપજ્યું હતું. ને હાલ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ આઈસોલેશન હેઠળ છે. ઉપરાંત શહેરમાં કોરોનાના નવા 13 કેસ પણ આવ્યા છે. અચાનક આવા કેસ વધતા પાલિકા તંત્ર ચિંતિત થયું છે.

આ પણ વાંચોઃCorona Death in Surat : સુરતમાં 2023માં કોરોનાના કારણે પ્રથમ મોત, કાપોદ્રાના વૃદ્ધાનું કોવિડ19 હોસ્પિટલમાં મોત

H3N2ના વાઈરસના લક્ષણો શરીરમાં લાંબા સમય સુધી ટકી રહે છેઃઆ બાબતે નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેડન્ટ ડો.ધરતી પરમારે જણાવ્યું હતું કે, હાં અત્યારે H3N2 વાઈરસના લક્ષણો લોકોમાં જોવા મળી રહ્યા છે. કોવિડ પછી આવેલા નવા પ્રકારના સિસ્ટમ ફલ્યૂમાં સામાન્ય શરદી, ઉધરસ જેવા જ લક્ષણો છે, પરંતુ તે શરીરમાં લાંબા સમય સુધી જોવા મળતો હોય છે. H3N2ના વાઈરસવાળા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ તો નથી, પરંતુ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓમાં આ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે. સાથે જ વાઈરસવાળા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડતી નથી. તે પોતાની જાતે જ રિકવરી થઈ જાય છે.

આ પણ વાંચોઃGujarat Coronavirus report: ગુજરાતમાં ત્રણ દિવસમાં કોરોનાના નવા 77 કેસ નોંધાયા, 151 એક્ટિવ

કોરોનામાં ધ્યાન રાખતા તેવું ધ્યાન રાખવાની જરૂરઃવધુમાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય શરદીઓમાં જે રીતે રિકવરી તરત થઈ જાય છે, પરંતુ એમાં દર્દીને નોર્મલ થતા ઘણી વાર લાગે છે. દરેક શરદી, ઉધરસ જેવા કેસમાં આપણે જે રીતે ધ્યાન રાખીએ છીએ. તેમ આમાં પણ ધ્યાન આપવાની જરૂર છે. હવે પહેલાની જેમ માટે તમે માસ્ક પહેરવું જરૂરી છે. પોતાના અંગોને ચોખ્ખા રાખો, તમને આવા પ્રકારના લક્ષણો હોય તો ભીડવાળી જગ્યાઓ ઉપર જવાનું ટાળો અથવા તો માસ્ક પેહરી રાખો, જેથી વાઈરસ ફેલાતા બચી શકે છે. જે રીતે કોરોનામાં ધ્યાન રાખતા તે રીતે આમાં ધ્યાન રાખવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details