ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat news: 44થી વધુ ગુના આચરનાર સુરજ કાલીયા ગેંગની સામે ગુજસીટોક

સુરતમાં ફરી એક વખત એક ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજસીટોક કાયદા અંતર્ગત સુરજ કાલીયા ગેંગ (Suraj Kalia Gang) વિરુદ્ધ સુરત પાંડેસરા પોલીસે કાર્યવાહી કરી છે. સુરજ કાલીયા ગેંગના તમામ સાગીર તો એ અલગ અલગ તથા એકબીજા સાથે મળી કુલ 48 ગુનાઓ આચર્યા છે.

gujsitok-against-the-suraj-kalia-gang-who-committed-more-than-44-crimes
gujsitok-against-the-suraj-kalia-gang-who-committed-more-than-44-crimes

By

Published : Feb 7, 2023, 12:58 PM IST

44થી વધુ ગુના આચરનાર સુરજ કાલીયા ગેંગની સામે ગુજસીટોક

સુરત: સૂરજ કાલીયા ગેંગ વેપારી કે ધંધાદારી વર્ગ પાસેથી ખંડણી પેટે પૈસા વસૂલ કરતી હતી પરંતુ આ ગેંગના ભય તથા આતંકના કારણે આવા ભોગ બનનાર ધંધાદારી વેપારી વર્ગ કે સામાન્ય માણસ તેઓની સામે પોલીસ કાર્યવાહી કે ફરિયાદ કરવાનું ટાળતા હતા. શહેરમાં કાયદાને વ્યવસ્થાની તથા જાહેર સુલેહ શાંતિની જાળવણી અર્થે આવા ગુનાગારોની ઉપર અંકુશ મૂકવા માટે પોલીસ એક્શનમાં આવી છે.

આરોપી જેલમાં:ગેંગના સૂત્રધાર સુરજ ઉર્ફે સુરજ કાલીયા તથા રાજ રુર્ફે રાજમાલીયા અને તેઓના નિકટના જાગીરતો કુલદીપ ગુલાબસિંહ ઠાકોર સંદેશ ગીરજાશંકર યાદવ તથા નિકેત ઉર્ફે અંકિત ફાલ્ગુની કોશિશના ગુનામાં લાજપોર જેલમાં છે. જ્યારે આ ગેંદના બાકી રહેલા જાગીરતોને પકડી પાડવા પાંડેસરા પોલીસની ટીમ પ્રયત્નશીલ પણ છે અને સુરજ કાલીયા ગેંગના ત્રણ સાગીરતોને ઝડપી પણ પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપી પૈકી 24 વર્ષીય કુલદીપ ગુલાબસિંહ ઠાકુર, 27 વર્ષીય સતીશ ગીરજાશંકર યાદવ અને 21 વર્ષીય અનિકેત ઉર્ફે અંકિતની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોBotad murder case: બોટાદ હત્યાના 6 આરોપીઓના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

અપરાધિક પ્રવૃત્તિ સદંતર ચાલુ:આ અંગે ડીસીપી સાગર બાગમારએ જણાવ્યું હતું કે, સુરજ કાલીયા ગેંગના સભ્યોએ સુરત શહેર તથા સુરત ગ્રામ્યના જુદા જુદા વિસ્તારમાં શરીર સંબંધી, મિલકત સંબંધી તથા આર્મ્સ એક્ટ જેવા ગંભીર પ્રકારના 48 ગુનાને અંજામ આપ્યા છે. આવા ગુનાઓથી થતા આર્થિક ફાયદાને પોતાની આજીવિકાનું સાધન બનાવી દીધા હતા. વારંવાર જાહેરમાં આવા ગુનાઓ કરી જનતામાં અને ત્રાસનું વાતાવરણ ફેલાવતા હતા. જેથી સામાન્ય જનતા ભયભીત થઈ તેઓના દબાણ હેઠળ રહે અને તેઓની આ ગુનાહિત પ્રવૃત્તિમાં અડચણરૂપ ન બને તથા તેઓની આ પ્રવૃત્તિ સદંતર ચાલુ રહે.

આ પણ વાંચોSurendranagar News: વઢવાણના ફૂલગ્રામમાં ત્રિપલ મર્ડર, પંથકમાં ચકચાર

સુરત કાલીયા સામે ત્રણ વાર પાસાની કાર્યવાહી:સાથે તેઓએ જણાવ્યું હતું કે સૂરજ કાલીયા વિરુદ્ધ ધી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ પ્રતિબંધિત અધિનિયમ પાસા હેઠળ સુરજ કાલીયા સામે ત્રણ વખત જ્યારે આરોપી રાજ સામે એક વખત, કુલદીપ સામે બે વખત અને અનિકેતન સામે એક વખત કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ આરોપીઓની ગુનાહિત માનસિકતા અને વર્તનમાં કોઈ બદલાવ આવ્યા ન હતા અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખી હતી. જેથી આ ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details