ગુજરાત

gujarat

ETV Bharat / state

Navratri 2023: ચણિયાચોળીમાં થીમ ચંદ્રયાન, વિદેશોમાં થઈ વૃદ્ધાની વાહ વાહ - Navratri 2023

વિદેશમાં રહેતા ગુજરાતીઓ નવરાત્રી દરમિયાન જે ચણિયાચોળી કે પરિધાન ધારણ કરે છે. તેમાંથી અનેક ચણિયાચોળી સુરતના સિનિયર સિટીઝન મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ અને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ મહિલાઓ પોતાની કળાના માધ્યમથી ચણિયાચોળી બનાવી તેનાથી આત્મા નિર્ભર બની છે. તેઓને ખબર નથી કે ચંદ્રયાન શું છે પરંતુ તેઓએ ચંદ્રયાન થીમ પર જે ચણિયાચોળી ને આકાર આપ્યો છે તે વિદેશમાં રહેતા લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ચણીયાચોલીમાં થીમ ચંદ્રયાન, વિદેશોમાં થઈ વૃદ્ધાની વાહ વાહ
ચણીયાચોલીમાં થીમ ચંદ્રયાન, વિદેશોમાં થઈ વૃદ્ધાની વાહ વાહ

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 2:10 PM IST

Updated : Oct 6, 2023, 2:55 PM IST

ચણિયાચોળીમાં થીમ ચંદ્રયાન, વિદેશોમાં થઈ વૃદ્ધાની વાહ વાહ

સુરત:દેશ-વિદેશમાં પરંપરાગત ચણિયાચોળી જે લોકો પસંદ કરી રહ્યા છે. તે સુરતના 200 પણ વધુ સિનિયર સિટીઝન મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. 50 વર્ષથી પર વધુ ઉંમરની આ મહિલાઓ પોતાના હાથની કળાથી લોકોને અચંબીત કરી છે. સૌથી અગત્યની વાત છે કે જે મહિલાઓ વૃદ્ધાશ્રમમાં રહે છે. આવી વૃદ્ધ મહિલાઓ કે જે જરૂરીયાતમંદ છે. દર વર્ષે જે પણ પરિધાન કે ચણિયાચોળી નવરાત્રી માટે બનાવે છે. તે વિદેશ જાય છે. અને તેઓ આ ચણિયાચોળી બનાવવા માટે ખાસ ગુજરાતના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ મહિલા અને જરૂરિયાત મહિલાઓને તક આપે છે. સુરતની વાત કરવામાં આવે તો આવી 200થી પણ વધુ મહિલા કારીગરોને તેઓએ તક આપી છે. જેના કારણે વિદેશ રહેતા ગુજરાતીઓ પરંપરાગત ડિઝાઇન ચણિયાચોળીના માધ્યમથી મેળવી રહ્યા છે. અને તેમને ખૂબ જ પસંદ પણ આવી રહ્યું છે.

ચણીયાચોલીમાં થીમ ચંદ્રયાન, વિદેશોમાં થઈ વૃદ્ધાની વાહ વાહ




" પરંપરાગત જે ડિઝાઇન છે તે હાલના યુવાઓ બનાવી શકે નહીં. પરંતુ હાલ જે વૃદ્ધાશ્રમમાં મહિલા રહે છે અને વૃદ્ધાશ્રમની બહાર જે જરૂરિયાત મંદ વૃદ્ધ મહિલા રહે છે. તેમને અમે તક આપીએ છે. આખો દિવસ પણ તેમનો પસાર થઈ જાય છે. તેમની હાથની કલા દેશ વિદેશમાં જાણીતા બને છે. માત્ર સુરત જિલ્લામાં 200 જેટલી મહિલાઓ છે. જેના થકી અમે આ ચણીયા ચોળી તૈયાર કરાવીએ છીએ. હાલ ચંદ્રયાન ડિઝાઇનની ચણિયાચોળીની ડિમાન્ડ વધારે છે. આ ડિઝાઇન આવી મહિલાઓ બનાવી રહી છે કે જેમને ખબર જ નથી કે ચંદ્રયાન શું છે ? એ માત્ર તેમને કઈ ડિઝાઇન કયા બનાવવાનું છે તે કહીએ છીએ. પરંતુ તેઓ પોતાની રીતે ખૂબ જ સારી ડિઝાઇન તૈયાર કરી દેતા હોય છે."-- અશ્વિન ગોસ્વામી (આર્ટિસ્ટ)

નાનપણની કળા 66 વર્ષના ઉંમરમાં કામ લાગી: સૌથી અગત્યની વાત છે કે મહિલાઓને ખબર નથી કે ચંદ્રયાન શું છે અને ચંદ્રયાનથી ભારતને શું લાભ થશે. પરંતુ તેઓની હાથની કળા છે કે ચંદ્રયાન કલર પેચ બનાવીને ચણિયાચોળી પર લગાવી રહ્યા છે. જે હાલ વિદેશોમાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 66 વર્ષની હર્ષાબેનના પુત્રો રત્ન કલાકાર છે. પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી નથી જેથી પુત્ર પર બોઝ ન બનવા માટે તેઓ એકલા રહે છે. નાનપણથી જ માતા પાસે જે કળા શીખી હતી. તે કળા હવે 66 વર્ષના ઉંમરમાં કામ લાગી રહી છે.

ચણીયાચોલીમાં થીમ ચંદ્રયાન, વિદેશોમાં થઈ વૃદ્ધાની વાહ વાહ

વૃદ્ધ મહિલાઓ બનાવે છે એ અહીં આવીને ખબર પડી: "પિહુ મોદીએ જણાવ્યું હતું કે, નવરાત્રી સમયે પોતાને સારી ડિઝાઇન ચણિયાચોળીના શોધ માટે આવી હતી. ત્યાર પછી ખબર પડી કે અહીં જે ચણિયાચોળી પર ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તે વૃદ્ધ મહિલા બનાવે છે. જે જોઈ ખૂબ જ આનંદ થયું અને તેમાં પણ જે ખાસ ચંદ્રયાન ડિઝાઇનવાળી ચણિયાચોળી હતી. તે ખરીદી અને મારા ભાઈ બહેન કે જે કેનેડા રહે છે. તેમને મોકલી આપ્યું હતું. તેમને પણ આ ડિઝાઇન ખૂબ જ ભાવી હતી. અને અમે આ ડિઝાઇન વાળી ચણિયાચોળી પણ તેમને મોકલી આપી છે."

  1. Navratri 2023: નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ માટે AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના શરૂ કરાશે
  2. કોરોનાકાળ પછી પ્રથમ નોરતા દરમિયાન ગુજરાતીઓ મન મુકીને ગરબે ઝૂમ્યા
Last Updated : Oct 6, 2023, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details