ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ઇફેક્ટ: ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે - CoronaVirus News

કોરોના વાઈરસની મહામારી સામે રાજ્ય અને કેન્દ્ર સરકારની જાહેરાત બાદ સમગ્ર ભારતભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાઈરસની આ લડાઈમાં અલગ અલગ સંસ્થાઓ, ડોકટરો તેમજ સરકારી કર્મચારીઓ પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. કોરોના વાયરસની તમામ મેડિકલ સુવિધા સહિતની ઈકવિપમેન્ટની ખરીદીમાં રાજ્ય સરકારને શક્ય તેટલી મદદ કરવા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ આગળ આવ્યું છે. આ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેઓના તમામ તલાટીઓ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે. જે પગારની રકમ રૂપિયા બે કરોડની આસપાસ થાય છે.

ગુજરાત રાજ્ય તલાટી મહામંડલ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે
ગુજરાત રાજ્ય તલાટી મહામંડલ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે

By

Published : Mar 26, 2020, 12:15 PM IST

સુરત: કોરોના વાઈરસના એકબાદ એક પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારો દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસો લઈ ચિંતિત જોવા મળી રહી છે. કોરોના વાઈરસની આ લડાઈમાં સરકારની સાથે ખંભાથી ખંભા મિલાવી અલગ અલગ સંસ્થાઓ તેમજ સરકારી કર્મચારીઓ આગળ આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા પોતાના તમામ તલાટીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવાની જાહેરાત કરી છે.

ગુજરાત રાજ્ય તલાટી મહામંડલ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ પોતાનો એક દિવસનો પગાર સરકારને કરોના વાઈરસ સંક્રમણને અટકાવવા માટે અર્પણ કરવાનું છે. રાજ્યમાં કુલ 11,500 તલાટી કમ મંત્રીઓ છે. જેમના પગારની રકમ અંદાજીત રૂપિયો બે કરોડ થાય છે. આ જાહેરાત ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ ભરતભાઇ આહિર દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details