મહેમાનોને અદભુત, આલિશાન, અકલ્પનીય અને અવિશ્વસનીય અનુભૂતિ થઈ સુરત : ગુજરાતના સૌથી મોંઘા લગ્નનું આયોજન સુરતમાં 27 જાન્યુઆરીના રોજ થયું હતું. શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈની ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સચિન તેંડુલકર, રવિના ટંડન, રણબીર સિંહ, બાબા રામદેવ સહિત અનેક સેલિબ્રિટીઝની હાજરી આપી હતી. કરોડો રૂપિયાના ખર્ચે ચાર ધામ અને જ્યોતિર્લિંગ થીમ પર લગ્ન મંડપ તૈયાર કરાયો હતો. રાજા રજવાડાને ત્યાં પણ કોઈએ આ પ્રકારનું શાહી લગ્ન કોઈએ જોયું ન હશે. લગ્નમાં આવેલા મહેમાનોને અદભુત, આલિશાન, અકલ્પનીય અને અવિશ્વસનીય અનુભૂતિ થઈ હતી.
ગુજરાતના સૌથી મોંઘા લગ્ન : 27 જાન્યુઆરીના રોજ સુરતના ડુમસ રોડ ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના જાણીતા બિલ્ડર ગ્રુપની પરિવારની દીકરીના લગ્ન પ્રસંગમાં કરોડો રૂપિયાનો ખર્ચે અદભૂત, આલિશાન, અકલ્પનીય અને અવિશ્વસનીય સેટ તૈયાર કરાવ્યો હતો. મધ્યપ્રદેશ ખાતે આવેલા મહાકાલનું મંદિર, ઉતરાખંડમાં આવેલ કેદારનાથ, ગીર સોમનાથ સ્થિત આવેલ સોમનાથનું મંદિર અને આંધ્રપ્રદેશ ખાતે આવેલ મલ્લિકાર્જુનનું મંદિર બનાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Sidharth and Kiara wedding: સિદ્ધાર્થ અને કિયારા જેસલમેરમાં લેશે સાત ફેરા, યોજાશે લગ્નનું રિસેપ્શન
રણવીરસિંહે અહીં પરફોર્મન્સ પણ આપ્યું : માત્ર જ્યોતિર્લિંગ જ નહીં પરંતુ શંકરાચાર્યના ચાર મઠ જેમાં બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વરમનો સમાવેશ કરાયો હતો. આ આખો સેટ અનોખી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. લગ્ન મંડપ એવો હતો કે બાહુબલી ફિલ્મનો સેટ પણ ફીકો લાગે. ચારે બાજુ ઓરીજનલ પુષ્પો જોવા મળી રહ્યા હતાં. દુલ્હનની અદભુત એન્ટ્રી કરવામાં આવી હતી. આ લગ્નમાં ક્રિકેટર સચિન તેંડુલકર અને તેમની ધર્મપત્નીએ પણ હાજરી આપી હતી એટલું જ નહીં બાબા રામદેવ રમેશ ઓઝા પણ હાજર રહ્યા હતા.લગ્નમાં બોલીવુડ સેલિબ્રિટીઝની વાત કરવામાં આવે તો રવિના ટંડન, બોની કપૂર, અને રણવીરસિંહ ને પણ આ લગ્નમાં હાજરી આપી હતી રણવીરસિંહને અહીં પરફોર્મન્સ પણ આપ્યું હતું.
આ પણ વાંચો The Kapil Sharma Show: 'ધ કપિલ શર્મા શો'ને મોટો ફટકો, કૃષ્ણા અભિષેક બાદ આ કોમેડિયને છોડ્યો શો
તેંડુલકરે ફરારી કાર આપી હતી : અત્રે ઉલ્લેખની આ છે કે સચીન તેંડુલકરે સુરતના જે ઉદ્યોગપતિને પોતાની ફરારી મેડોના કાર આપી હતી એ જ ઉદ્યોગપતિના ઘરની દીકરીનું ભવ્ય લગ્નમાં તેઓએ હાજરી પણ આપી હતી. સચિન તેંડુલકર અંજલી તેંડુલકર સાથે જયેશ દેસાઈના ત્યાં લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા આ લગ્ન પ્રસંગમાં રાજકીય ક્ષેત્રથી જોડાયેલા અનેક જ દિગ્ગજ નેતાઓએ પણ હાજરી આપી હતી.