ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના લેબર કમિશ્નરે મોડાસાના શેલ્ટર હોમ્સની લીધી મુલાકાત - અરવલ્લી પોલીસ

સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, આ વચ્ચે રાજ્યના લેબર કમિશ્નરે મોડાસાના શેલ્ટર હોમ્સની મુલાકાત લીધી હતી અને લોકોને સુરક્ષિત રહેવા આશ્વાસન આપ્યું હતું.

Etv Bharat, Gujarati News, Modasa News, Modasa Shelter Home News, Modasa Commissioner
Modasa News

By

Published : Apr 8, 2020, 1:10 PM IST

મોડાસાઃ ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ અને‌ લેબર કમિશ્નર સુપ્રિત સિંહ ગુલાટીએ અરવલ્લી જિલ્લાના મોડાસામાં સ્થાપવામાં આવેલા બે શેલ્ટર હોમ્સની મુલાકાત લીધી હતી. મોડાસાના કાઝીવાડામાં આવેલા આશ્રય ઘર તેમજ ડુંગરી પર આવેલા સ્પોર્ટસ સંકુલને શેલ્ટર હોમ્સમાં તબદીલ કરવામાં આવ્યા છે. જ્યાં લૉકડાઉન પછી અટવાયેલા પરપ્રાંતિય શ્રમિકોને આશરો આપવામાં આવ્યો છે.

ગુજરાતના લેબર કમિશનરે મોડાસાના શેલ્ટર હોમ્સની લીધી મુલાકાત
ગુજરાતના લેબર કમિશનરે મોડાસાના શેલ્ટર હોમ્સની લીધી મુલાકાત

આ શેલ્ટર હોમ્સમાં 150 જેટલા શ્રમિકોને આશરો આપવામાં આવ્યો છે. ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ અને‌ લેબર કમિશનર સુપ્રિત સિંહ ગુલાટીએ અહીં આશરો લઇ રહેલા શ્રમિકો સાથે વાત ચીત કરી તેમને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, પ્રાંત અધિકારી મયંક પટેલ, મોડાસા માલતદાર અરૂણ ગઢવી તેમજ વહિવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details