ગુજરાત

gujarat

ETV Bharat / state

'દિવા તળે જ અંધારુ' : ગુજરાતના આરોગ્ય પ્રધાન દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા - આરોગ્ય પ્રધાન કાનાણી કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરતા જોવા મળ્યા

સુરતમાં કોરોનાનો આંકડો 10 હજારને પાર થઇ ગયો છે.ત્યારે સુરતથી ચૂંટાયેલા કુમાર કાનાણી કે જે રાજ્યના આરોગ્ય પ્રધાન છે તે જ જાણે કોરોના કાળમાં બનાવેલી ગાઈડલાઈનને ભૂલી ગયા છે. વરાછા કો-ઓપરેટિવ બેંકના આત્મનિર્ભર ચેક વિતરણના કાર્યક્રમમાં તેઓએ નિયમોને નેવે મુકાયા હતાં અને વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ રાખી ફોટોસેશન કરાવતા નજરે પડ્યા હતા.

ETV bharat
ગુજરાતના આરોગ્ય પ્રધાન કોરોનાની ગાઈડલાઈનો ભંગ કરતા જોવા મળ્યા, તો આમ પ્રજાને શું કહેવું..!!!

By

Published : Jul 31, 2020, 8:57 PM IST

સુરત: વરાછા કો-ઓપરેટિવ બેન્ક દ્વારા આત્મનિર્ભર ચેકના વિતરણ કાર્યક્રમમાં પહોંચેલા આરોગ્ય પ્રધાન કુમાર કનાણી શુક્રવારે કોરોના માટે જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. તેઓ બેંકના કર્મચારીઓને બેંકના ચેરમેન કાનજી ભાલાડા સાથે ચેક વિતરણ બાદ ફોટો સેશન કરાવી રહ્યા હતા.પરંતુ તમામ કર્મચારીઓ અને બેંકના ચેરમેન સહિત આરોગ્ય પ્રધાન વગર સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેર્યા વગર આ ફોટોસેશન કરાવ્યું હતું.

ગુજરાતના આરોગ્ય પ્રધાન કોરોનાની ગાઈડલાઈનો ભંગ કરતા જોવા મળ્યા, તો આમ પ્રજાને શું કહેવું..!!!
ફોટોસેશન જોઈને લાગશે નહીં કે સુરતમાં દરરોજ આશરે 300 જેટલા કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા છે. ફોટોસેશન જોયા બાદ લાગશે કે આરોગ્ય પ્રધાને લાગી રહ્યું છે કે દેશમાં સંપૂર્ણ રીતે કોરોના સમાપ્ત થઈ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details