સુરતરાજ્યમાં ચૂંટણી પહેલા તમામ ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરી રહ્યા છે. ત્યારે કોણ કેટલું ધનિક છે. તેની પર સૌની નજર પડી છે. સુરતમાં તમામ વિધાનસભા બેઠકોમાંથી ભાજપના ઉત્તર વિધાનસભા બેઠક પરના ઉમેદવાર કાન્ત બલ્લર સૌથી ધનિક (Surat BJP Candidate Kanti Ballar) ઉમેદવાર તરીકે ઊભરી (Surat Assembly Seats) આવ્યા છે. તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધાર્મિક માલવિયા પાસે સૌથી ઓછી મિલકત છે. જ્યારે આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા એલએલએમ ની ડિગ્રી ધરાવે છે. બીજી બાજુ ભાજપના હર્ષ સંઘવી માત્ર નવ પાસ છે.
ભાજપના ઉમેદવાર પાસે 54 કરોડની મિલકત સુરત ઉત્તર વિધાનસભા બેઠકના (Surat North Assembly Seat) ઉમેદવાર કાન્તિ બલર (Surat BJP Candidate Kanti Ballar) માત્ર ધોરણ 4 સુધી ભણેલા છે. તેઓ બીજી વખત ભાજપના મેન્ડેટ સાથે ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ સુરતની 16 વિધાનસભા બેઠક પરના (Surat Assembly Seats) તમામ ઉમેદવારો કરતા સૌથી વધુ ધનિક ઉમેદવાર છે. તેમની પાસે કુલ 54.14 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાં 74.59 લાખની જંગમ મિલકત, પત્ની પાસે 2.83કરોડની જંગમ મિલકત છે. આ ઉપરાંત જમીન, મકાન સહિત અન્ય મિલકતોની કિંમત 54.10 કરોડ રૂપિયા સાથે પતીના નામે સરથાણામાં દોઢ કરોડની જમીન છે.
શહેરના કૉંગ્રેસના ઉમેદવારો લાખોપતિસુરત શહેરની ચોર્યાસી બેઠકના (Surat Assembly Seats) કૉંગ્રેસના ઉમેદવાર કાન્તિ પટેલ (Choryasi Seat Congress Candidate Kanti Patel) પાસે 66 લાખની મિલકતો છે. કરંજના ઉમેદવાર ભારતી પટેલ પાસે 21 લાખ રૂપિયાની મિલકત છે. તો ઉત્તરના ઉમેદવાર અશોકભાઈ પટેલ પાસે 2.70 કરોડની મિલકતો છે. મજુરાના ઉમેદવાર બળવંત જૈન પાસે 1.23 કરોડની મિલકતો છે. વરાછાના પ્રફુલ તોગડિયા પાસે 89 લાખની મિલકતો છે. ઉધનાના ધનસુખ રાજપુત પાસે 9.88 કરોડની મિલકત છે. જ્યારે સુરત પૂર્વના અસલમ સાઈકલવાલા પાસે 14 લાખની મિલકતો છે તથા કતારગામ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર 8 કલ્પેશ વરિયા પાસે 14 લાખની રોકડ, જ્વેલરી, શેર સહિતની સ્થાવર અને જંગમ મિલકતો છે.