સુરતચૂંટણી (Gujarat Election 2022) ગમે તે હોય તેમાં દરેક મતથી કિંમત અમૂલ્ય હોય છે, પરંતુ સુરતમાં બારડોલીનું એક ગામ એવું છે, જ્યાંના લોકોએ આજે પ્રથમ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન જ ન કર્યું. આ ગામનું નામ છે. રાજપુરા લુમ્ભા ગામ. બારડોલી તાલુકા અંતર્ગત આવતા આ ગામના SC ST સમાજના લોકો આજે મતદાનથી અળગા રહ્યા હતા.
મતદાનથી અડગા રહ્યા બારડોલી તાલુકાનાં રાજપુરા લુમ્ભા ગામના હળપતિ સમાજના (Demand of Halapati society in Surat) ભૂમિહીન ખેતમજૂરોને આવાસ બનાવવા માટે જમીન ફાળવણી અંગે વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં માગ પૂરી ન થતાં ગ્રામજનોએ વિધાનસભાની સ્વયંભૂ મતદાનનો બહિષ્કાર (Rajpura Lumbha Village Surat Election boycott) કર્યો હતો. નેતાઓની સમજાવવા છતાં મતદારો માન્યા હતા અને મતદાનથી (Rajpura Lumbha Village Surat Election boycott) અળગા રહ્યા હતા.
થોડા દિવસ પહેલા આપી હતી ફરિયાદ થોડા દિવસો પહેલા ગ્રામજનોએ બારડોલી પ્રાન્તના ડેપ્યૂટી કલેક્ટરને આપેલી લેખિત ફરિયાદ કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, ગામમાં 1,200 જેટલા હળપતિ સમાજના (Demand of Halapati society in Surat) ભૂમિહીન ખેતમજૂરો રહે છે. વર્ષોથી અમારા ગામમાં આવેલી સરકારી જમીન પર રાજ્ય સરકારે વિવિધ આવાસ યોજના હેઠળ કાચા પાકા આવાસ બનાવી આપ્યા છે. પરંતુ જનસંખ્યા વધવાના કારણે નવા ઘરો બનાવવા માટે જમીન બચી નથી. રાજ્ય સરકાર દ્વારા પણ વધારાની જમીન ફાળવવામાં આવી નથી. આથી આદિવાસી સમાજના લોકોએ ઘરો ક્યાં બનાવવા તે પ્રશ્ન ઊભો થયો છે.