રણજી ટ્રોફીમાં ગુજરાત વિરુદ્ધ વિદર્ભે મેચના અંતિમ દિવસે ગુજરાત ટીમે બીજા દાવની શરૂઆત 4 વિકેટે 74 રનથી કરી હતી. જે બાદ ઉમેશ યાદવે મનપ્રિત જુનેજા અને રૂશ કલેરિયાની વિકેટ ઝડપી મેચને રોમાંચક તબક્કામાં લાવી દીધી હતી. પરંતુ ગુજરાતના સુકાની પાર્થિવ પટેલ અને ચિરાગ ગાંધીએ આક્રમક અભિગમ સાથે 63 રનની ભાગીદારી કરી 179 રનનો લક્ષ્યાંક હાંસલ કરી ગુજરાતને 4 વિકેટે વિજય અપાવ્યો હતો.
રણજી ટ્રોફીમાં ગુજરાતે વિદર્ભને 4 વિકેટે હરાવ્યું ગુજરાત તરફથી પાર્થિવ પટેલ મેન ઓફ ધ મેચ જાહેર બન્યા હતા. અણનમ 41 રન, મનપ્રિત જુનેજા 41 રન તેમજ ચિરાગ ગાંધીના અણનમ 22 રન નોંધપાત્ર હતા. જ્યારે વિદર્ભ તરફથી આદિત્ય ઠાકરે 44/4 વિકેટ અને ઉમેશ યાદવે 79/2 વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ વતી ટેસ્ટ ક્રિકેટ સહિત ઈન્ટરનેશનલ લેવલે રમી ચૂકેલા વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ગુજરાત તરફથી 100મી રણજી ટ્રોફી મેચ રમવાની એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.
27મીએ સુરત ખાતે શરૂ થયેલી વિદર્ભ સામેની મેચમાં મેદાનમાં ઉતરવા સાથે પાર્થિવે આ રેકોર્ડ કર્યો હતો. રણજી ટ્રોફીમાં 100 કે, તેથી વધુ મેચ રમનારા ભારતના ઘણા ક્રિકેટર છે, પરંતુ ગુજરાત તરફથી પાર્થિવ પ્રથમ ક્રિકેટર છે, જે આ સિદ્ધી મળવી છે.
પાર્થિવની અન્ય સિદ્ધિઓમાં તેણે 2002માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો, ત્યારે ગુજરાત તરફથી વિકેટકીપર તરીકે ભારતીય ટીમમાં રમનારો પહેલો ખેલાડી હતો. એ વખતે તે વિશ્વનો સૌથી યુવાન વયના વિકેટકીપરનો રેકોર્ડ પણ તેણે કર્યો હતો. 2003માં તે ભારતની વર્લ્ડ કપ માટેની ટીમમાં પસંદ થયો હતો.
પાર્થિવ જે પહેલા ટેસ્ટ રમ્યા હતો અને પછી રણજી ટ્રોફી રમ્યો હતો. પાર્થિવ પટેલે ટેસ્ટ રમ્યા પછી 2004માં ગુજરાત માટે રણજી ટ્રોફીમાં રમવાનો પ્રારંભ કર્યો હતો. તેની સૌથી મોટી સિદ્ધિ 2017માં હતી, તેની સુકાનીપદે ગુજરાત રણજી ટ્રોફીમાં સૌપ્રથમ વાર ચેમ્પિયન બન્યું હતું. પાર્થિવ પટેલની આગેવાની હેઠળ ગુજરાતે વન-ડેમાં વિજય હઝારે ટ્રોફી અને ટી-20માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી પણ મેળવી છે. પાર્થિવ પટેલના સુકાનીપદે ગુજરાતે 89 મેચમાંથી 33 મેચમાં વિજય મેળવ્યો છે.