ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat ATS: આતંકવાદી સંગઠન ISKP સાથે સંપર્ક ધરાવતી મહિલા ઝડપાઈ - Gujarat Crime News

ગુજરાત ATS દ્વારા સુરતમાં મોટા આતંકી ઓપરેશનનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમામના આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન સાથે કનેક્શન મળી આવ્ચા છે. મહિલા પાસેથી ચાર મોબાઇલ ફોન મળ્યાની પણ જાણકારી છે. હાલમાં મહિલાને પોરબંદર લઈ જવામાં આવી છે.

Gujarat ATS: આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતી મહિલા ઝડપાઈ
Gujarat ATS: આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતી મહિલા ઝડપાઈ

By

Published : Jun 10, 2023, 11:51 AM IST

સુરત: ગુજરાત ATSએ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાની ધરપકડ સુરતથી કરવામાં આવી છે. મહિલા પાસેથી ચાર જેટલા મોબાઇલ ફોન મળ્યાની પણ જાણકારી છે. તમામ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન સાથે સંબંધ હોવાનો આરોપ છે. એટીએસની ટીમે એકદિવસ પહેલા તેમની ધરપકડ માટે પોરબંદરમાં ધામા નાખ્યા હતા.

ISIS કનેક્શન: ATS પાસેથી મળતી માહિતી મુજબ પોલીસની મદદથી સુરતના લાલગેટ વિસ્તારમાંથી સુમેરા નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ચાર લોકો ISIS જૂથના સભ્યો છે. આ ઉપરાંત દરોડા દરમિયાન ઘણી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. આ તમામ છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા.

3 લોકોની ઓળખ થઈ:અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં ISIS સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા 3 લોકોની ઓળખ સૈયદ મામૂર અલી, મોહમ્મદ આદિલ ખાન અને મોહમ્મદ શાહિદ તરીકે થઈ છે. સુરતમાં પણ છેલ્લા એક વર્ષમાં ત્રણ વખત NIA અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ કરી છે. જોકે તે વખતે કોઈની ધરપકડ કરવામાં આવી નહોતી. સુરતથી ધરપકડ કરાયેલી સુમેરાને એટીએસ પોરબંદર લઈ ગઈ છે અને ત્યાં તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મોટો પ્રશ્નઃ ATSના હાથે ઝડપાયેલી મહિલાએ દક્ષિણ ભારતમાં લગ્ન કર્યા હતા. તેમના પરિવારનો એક વ્યક્તિ સરકારી નોકરી પણ કરે છે. ATS અધિકારીઓ મહિલા વિશે વધુ માહિતી એકઠી કરી રહ્યા છે. મહિલા આતંકવાદી સંગઠનના સંપર્કમાં કેવી રીતે આવી તેની તપાસ ચાલી રહી છે. આ સાથે જ ATSએ પોરબંદરમાંથી 3 શકમંદોની ધરપકડ કરી છે. એટીએસની પૂછપરછમાં ત્રણેયએ મહિલાનું નામ જણાવ્યું હતું.

આતંકવાદી સંગઠન ISKP: એટીએસએ સાથે જણાવ્યું હતું કે, આતંકવાદી સંગઠન ISKP સાથે મહિલા સંપર્ક ધરાવતી હતી. સુમેરાને પોરબંદર લઈ જવાઈ છે. ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા 3 ની અટકાયત કરવામાં આવી હતી.

  1. Gujarat ATS: ATS નું પોરબંદર-સુરતમાં મોટું ઓપરેશન, સુરતમાંથી એક મહિલાનું IS ક્નેક્શન મળ્યું
  2. Ahmedabad Crime: ખાલિસ્તાની આતંકીઓના નામે ધમકીભર્યો મેસેજ મોકલનારા 2ની ધરપકડ, પાકિસ્તાની કનેક્શન ખૂલ્યું

ABOUT THE AUTHOR

...view details