સુરતગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 ) માં ટિકીટો નક્કી કરવાનું કામ શરુ થઇ ગયું છે. ત્યારે આજે મજૂરા વિધાનસભા બેઠક ( Majura Assembly Seat )પર ઉમેદવારો તરફથી દાવેદારી માટે ભાજપના ચૂંટણી નિરીક્ષકો સેન્સ ( BJP Election Observers Sense process )લઇ રહ્યાં છે. ત્યારે ભાજપના તમામ કોર્પોરેટરો, પ્રમુખ, મહામંત્રી અન્ય મોરચાના મહામંત્રી, પ્રદેશ-શહેરના હોદેદારો, આ તમામ લોકોએ આજે સામૂહિક રીતે હર્ષ સંઘવીને ફરી ટિકીટ આપવા ( Demand to give ticket to Harsh Sanghvi )માટે રજૂઆત કરી છે.
મજૂરા વિધાનસભા બેઠક માટે હર્ષ સંઘવીને ફરી ટિકિટ આપવાની માગણી થઇ
સુરતમાં 12 વિધાનસભા માટે ભાજપના ચૂંટણી નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા ( BJP Election Observers Sense process ) કરવામાં આવી રહી છે. ત્યારે મજૂરા વિધાનસભા બેઠક ( Majura Assembly Seat ) પરથી હર્ષ સંઘવી ને ફરી ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 ) માં ટિકિટ આપવામાં આવે તેવી માગણી ( Demand to give ticket to Harsh Sanghvi ) કરવામાં આવી છે.
શા માટે હર્ષ સંઘવી હર્ષ સંઘવીને ફરી ટિકીટ આપવા માટે તેમના સમર્થકો ( BJP Election Observers Sense process ) તરફથી જણાવવામાં આ્યું હતું કે તેમણે કોરોના મહામારીની બંને લહેરમાં કોવિિડ સેન્ટર શરુ કરાવ્યાં હતાં. જે સિનિયર સિટીઝન ઘરોમાં એકલા રહેતા હતા તેમના માટે પણ જમવાની વ્યવસ્થાઓ કરી હતી.જેઓ સામાન્ય પરિવારમાંથી જેમના દીકરા-દીકરીઓ અમેરિકા રહેતા હોય, માતાપિતા અહીં રહેતા હોય, જેઓ પોતાના ઘરે રસોઈ બનાવી શકતા નહોતા તેઓને બે ટાઇમ ઘેર ભોજન પહોંચાડ્યું હતું. જો ફરીથી હર્ષ સંઘવી ( Demand to give ticket to Harsh Sanghvi )ચૂંટણી લડશે તો 1,25,000 થી વધુ મતથી વિજયી થશે.
ગૃહપ્રધાન તરીકેની કામગીરીને આગળ કરવામાં આવી હર્ષ સંઘવીના સમર્થક તરીકે સુરત મહાનગરપાલિકા નગરસેવક બ્રજેશ ઉનડકર તરફથી ગૃહપ્રધાન તરીકે હર્ષ સંઘવીના કાર્યોને પણ જણાવવામાં ( BJP Election Observers Sense process ) આવ્યાં હતાં. તેમણે ડ્રગ્સ માફીઆઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી છે. પાકિસ્તાનના કેટલાય પેડલરોને જૈલમાં નાખી દીધા છે. એટલા માટે તમામ કાર્યકર્તા હોય કે પછી મજૂરા વિધાનસભાના મતદારોનો મતે હર્ષ સંઘવીને ફરી ટિકીટ આપવા લોકોએ સાથે મળીને હર્ષ સંઘવી માટે રજૂઆત કરી છે. નિરીક્ષકો સામે અમે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ગત સમયે મજૂરા વિધાનસભા બેઠક ( Majura Assembly Seat )થી હર્ષ સંઘવી ( Demand to give ticket to Harsh Sanghvi ) ને 87000 થી વધુ મતોથી વિજયી થયાં હતાં તે આ વખતે સવા લાખથી વધુ મતોથી વિજયી બનશે.