ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેંચતાણ શરુ : ઉદ્યોગપતિએ બેઠક માટે દાવેદારી નોંધાવતા ભાજપના MLA થયા નારાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા (Gujarat assembly election) હવે ટિકિટ માટે ભાજપમાં પણ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કોને ટિકિટ અપાશે અને કોનું પત્તુ કપાશે (assembly election in Surat) તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે. ત્યારે હાલ તો સુરતમાં ટિકિટની વહેંચણી અંગે ભાજપના ધારાસભ્યની નારાજગી સામે આવી છે. (Surat candidate Selection)

ખેંચતાણ શરુ : ઉદ્યોગપતિએ બેઠક માટે દાવેદારી નોંધાવતા ભાજપના MLA નારાજ!
ખેંચતાણ શરુ : ઉદ્યોગપતિએ બેઠક માટે દાવેદારી નોંધાવતા ભાજપના MLA નારાજ!

By

Published : Oct 27, 2022, 4:31 PM IST

સુરત આજથી આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને (Gujarat assembly election) ભાજપ કાર્યાલય ખાતે 12 વિધાનસભા માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરાશે. સાવરે ઉધના અને વરાછાના ઉમેદવારો તેમજ બપોરે 2 વાગ્યાથી મજુરા અને કરંજના બેઠકના ઉમેદવારો તેમજ સાંજે 5:00 વાગ્યાથી ચોર્યાસી અને કતારગામ આ તમામ વિધાનસભાના બેઠકોના (assembly election in Surat) ઉમેદવારોનું પ્રદેશ નિરીક્ષકો દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.

ઉદ્યોગપતિએ બેઠક માટે દાવેદારી નોંધાવતા ભાજપના MLA નારાજ!

મતદારો ભાજપથી વિમુખ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ દામજી માવાણીએ જણાવ્યું કે, વરાછા વિધાનસભા ખુબ પડકાર જનક વિધાનસભા માનવામાં આવે છે. છ મહિના પહેલા ધારાસભ્ય કુમાર કાનાણીએ એવું નિવેદન આપ્યું હતું કે, વરાછા વિધાનસભાના જે મતદારો છે તેઓ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ રહ્યા છે. આવ નિવેદન તેમણે આપ્યું હતું. શા માટે વિમુખ થયા છે. તે પાર્ટીએ ચિંતન કરવું જોઈએ. તે સમય દરમિયાન ધારાસભ્ય મંત્રી હતા અને તેમના સમય દરમિયાન મતદાતાઓ વિમુખ થયા હોય તે એમણે નક્કી કરવાનું હોય છે. (Gujarat assembly election candidate)

ઉદ્યોગપતિ કામ ના કરે તેવું ના બને વધુમાં જણાવ્યું કે, અમે માત્ર વરાછા વિધાનસભાની બેઠક માટે દિનેશ નાવડીયાને નેતૃત્વ મળે તે માટે અમે એકઠા થયા છે. ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતી અંદર લાખો કરોડ લોકોને રોજી આપતી ઇન્ડસ્ટ્રીઝ છે. ગુજરાતનું વિકાસ મોડર્ન હોય તો તે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કારણે છે. એમનું સક્ષમ માંગણી કરવી એ અમારો હક છે. તમામ સંસ્થાઓ દિનેશ નાવડીયાની માંગણી કરી રહ્યા છે. બધા જ વર્ગ બધા જ જ્ઞાતિઓની એક સમાન ગણતા દિનેશ નાવડિયા છે. ઉદ્યોગપતિને ટિકિટ ન મળવી જોઈએ. દિનેશ નાવડીયા ઉધોગપતિ નથી. જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. 30 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદમાં કામ કરી રહ્યા છે. 25 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે. કુમાર કાનાણી જેઓ પોતે પણ ઉદ્યોગપતિ છે તેમનો છોકરો પ્રકાશ કાનાણી પણ ઉદ્યોગપતિ છે. ઉદ્યોગપતિ હોય અને કાર્યકર્તા હોય કામ ના કરી શકે એવું માનવામાં આવે નહીં.(Gujarat Assembly Election 2022)

ખેંચતાણ શરુ

ધારાસભ્યોની નારાજગી ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યુ હતું કે આજે નિરીક્ષકો સમક્ષ મેં દાવેદારી નોંધાવી છે. 10 વર્ષથી વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય જવાબદારી નિભાવી છે. મેં મારી વાત નિરીક્ષકો સમક્ષ મૂકી છે. ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કાર્યકર્તાઓને ટિકિટ આપવા અને માંગવાનો અધિકાર છે. કાર્યકર્તાઓ ટિકિટ માંગે અમને મંજુર છે. તેમજ આ વાત પણ ધ્યાનમાં મૂકી છે કે, ચૂંટણી આવે 12 મહિનાઓ સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરે છે. પરંતુ આ ચૂંટણી વખતે દાવેદારી કરવા માટેનો રાફડો ફાટીનીકળ્યા છે. પરંતુ કોઈ ઉદ્યોગપતિ કે સમાજનો આગેવાન ટિકિટ માંગવા માટે આવે તો પાર્ટી વિચાર કરવો જોઈએ. (surat assembly seats)

ઉમેદવારો નિરીક્ષક માટે બે ટીમસુરતમાં આજથી ત્રણ દિવસ સુધી 12 વિધાનસભાના બેઠકોને લઈને ઉમેદવારોને સાંભળવા માટે પ્રદેશ નિરીક્ષકનો સુરત ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યો છે. નિરીક્ષક તરીકે બે ભાગમાં ટીમ બનાવાઈ છે. ઝવેરી ઠક્કર, સતિષ પટેલ,જ્યોતિ પંડ્યા અને ઋષિકેશ પટેલ ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. રાજકોટના સાંસદ રામ મોકરીયા અને બીજલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. એમાં જુદા જુદા બે હોલમાં એક સાથે બે વિધાનસભાના ઉમેદવારોની પસંદગી કરવામાં રહી છે. જેમાં સવારે ઉધના વરાછા બેઠક, બપોરે 2 વાગ્યાથી મજુરા કરજણ બેઠક, સાંજે 5:30 વાગ્યાથી ચોર્યાસી અને કતારગામ બેઠકોના ઉમેદવારોનું પ્રદેશ નિરિક્ષકો દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. (Surat BJP office)

12 બેઠકોનું જ્ઞાતિ સમીકરણસુરત શહેરની અંદર પણ લિંબાયત, ઉધના, ચોર્યાંસી આ બેઠકો એવી છે. જે મીની ભારત કહેવાય. દક્ષિણ ભારત, ઉત્તર ભારત બિહારના લોકો પણ અહીંના વતની છે. આ ઉપરાંત રાજસ્થાનના જે લોકો વસે છે એ પણ ઉધના વિસ્તાર તથા વેસુ વિસ્તાર એટલે કે મજૂરા બેઠક વિસ્તારમાં રાજસ્થાન અને અસલ સુરતીઓ વસે છે. શહેરી વિસ્તારોમાં જ્ઞાતિની અસર હોતી નથી. પરંતુ સુરત શહેરમાં આ બાબત આપણે નોંધવી પડે કે, 4 બેઠકો ઉપર સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ છે. 1 બેઠક ઉપર સંપૂર્ણપણે મહારાષ્ટ્રીયન વાસીઓનું પ્રભુત્વ છે. 1 બેઠક ઉપર સંપૂર્ણપણે મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે એટલે કે અહીં એ બધા બાબતો નોંધનીય છે. (Surat candidate Selection at BJP office)

ABOUT THE AUTHOR

...view details