ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર મતદારોની ખોટ - Voters in Surat

સુરતમાં બસ ટ્રાવેલ્સના સંચાલકોમાં ચૂંટણીને લઈને નારાજગી (Saurashtra Voters in Surat) જોવા મળી રહી છે. કારણ કે, સુરત અને સૌરાષ્ટ્રની મતદાન તારીખ એક હોવાથી સુરતના મતદારોને (Voters in Surat) મતની અસર સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ પર પડશે. (Gujarat Assembly Election 2022)

સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર મતદારોની ખોટ
સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર મતદારોની ખોટ

By

Published : Nov 30, 2022, 1:54 PM IST

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આ વખતે સુરતના બસ ટ્રાવેલ્સના (Saurashtra Voters in Surat) સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે, આ વખતે સુરત અને સૌરાષ્ટ્રની મતદાન તારીખ એક હોવાથી અહીંથી બસ લઈ જવાની માંગ ખૂબ જ ઓછી છે. સુરતમાં વસતા મતદાતાઓને ગામડે મતદાન કરવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવે છે. જેને લઇને બસનું બુકીંગ પણ શરૂ થઈ ગયું છે, પરંતુ આ વખતે નિરાશા જોવા મળી રહી છે.(Voters in Surat)

સુરતના મતદારોની અસર સૌરાષ્ટ્ર બેઠકો ઉપર પડશે

મતની અસર સૌરાષ્ટ્રના ગામડાઓ સુરતથી 200થી વધારે બસ અને હજાર જેટલી કારો દ્વારા લોકો સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં મતદાન કરવા માટે જાય છે. પરંતુ આ વખતે સુરત અને સૌરાષ્ટ્રની મતદાન તારીખ એક હોવાથી સુરતના મતદારોને મતની અસર સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ પર પડશે. કારણ કે, સૌરાષ્ટ્રના ગામડાઓમાં આર્થિક મદદ સુરતના લોકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ તમામ ગામોમાંથી લોકો રોજગારી માટે ધંધા વેપાર માટે સુરત આવીને વસવાટ કર્યો છે. તેઓ ગામડાઓમાં રહેતા હોય પરંતુ તેઓ રોજગારી સુરતથી કરે છે. (Surat Bus Travels)

2017ની ચૂંટણીમાં 400 બસનું બુકીંગટ્રાવેલ્સ સંચાલક ભાવેશ કાકડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતથી ભરવાળા, બોટાદ, ગરડા, મહુવા, તળાજા, ભાવનગર, સાવરકુંડલા આ તમામ સૌરાષ્ટ્રના મેન સીટીઓ છે, ત્યાંના ઉમેદવારો સુરતથી બસની વ્યવસ્થા કરાવતા હોય છે. પરંતુ આ વખતે સુરત અને સૌરાષ્ટ્રની મતદાન તારીખ એક હોવાથી લગ્નની તારીખો પણ એક હોવાથી અહીંથી બસ લઈ જવાની માંગ ખૂબ જ ઓછી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 400 બસનું બુકિંગ હતું. આ વખતે 200 બસનું જ બુકિંગ થયું છે. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details