ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ PM મોદીને નહીં ગુજરાતની અસ્મિતાને ગાળો આપે છે : સંબિત પાત્રા - BJP National Spokesperson Sambit Patra

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સંબિત પાત્રા સુરતની મુલાકાતે (Sambit Patra visit Surat) પહોંચ્યા હતા. તેઓએ સુરત ખાતેથી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જાતિવાદી રાજનીતિની વાત કરે છે. ભરતસિંહ સોલંકીના પિતાએ ખામની રાજનીતિ કરી હતી. (Gujarat Assembly Election 2022)

કોંગ્રેસ PM મોદીને નહીં ગુજરાતની અસ્મિતાને ગાળો આપે છે : સંબિત પાત્રા
કોંગ્રેસ PM મોદીને નહીં ગુજરાતની અસ્મિતાને ગાળો આપે છે : સંબિત પાત્રા

By

Published : Nov 22, 2022, 3:21 PM IST

સુરત: વિધાનસભાની ચૂંટણીના પ્રચારને લઈને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં (Sambit Patra visit Surat) ધામાં બોલી દીધા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સુરત પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત ટિપ્પણી અંગે તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓએ જે ગાળો વડાપ્રધાનને આપી છે. તેઓએ PMને નહીં પરંતુ ગુજરાતની અસ્મિતાને આપી છે. (BJP campaign in Gujarat)

ચૂંટણીના પ્રચાર માટે સંબિત પાત્રા સુરતની મુલાકાતે

સંબિત પાત્રાએ શું કહ્યું સુરત મહાનગર ભાજપ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવા આવેલા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર આવવાનો મોકો મળ્યો છે. એક ગુજરાતી નરેન્દ્ર મોદી ગ્લોબલ લીડર બની ઉભરાય છે. 27 વર્ષ સુધી ભાજપને સેવા કરવાનો મોકો મળ્યો છે. ભાજપે જાત પાત જોયા વગર કામ કર્યું છે. ગુજરાતમાં 97 ટકા વિસ્તારમાં પાણી મળે છે. 36 લાખ મહિલાઓને સિલિન્ડર મળ્યા છે. (Surat BJP Media Centre)

ગુજરાતમાં આવી ઉદ્યોગકારો ને ગાળો આપેસંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને તેમના નેતા પણ સાંભળવા માંગતા નથી. ભરતસિંહ સોલંકીએ ટ્રાન્સલેશન પણ કર્યું નહીં. રાહુલ ગાંધી ખુદ કહે છે કે, આપ છોડ કે ચલે જાયેંગે યાત્રામાં જે કલાકાર આવી રહ્યા છે. તે પ્રલોભીત છે રાહુલને વારંવાર લોન્ચ કરવામાં આવે છે, પરંતુ રોકેટમાં ફ્યુલ નથી. રાહુલ ગાંધી જણાવે છે કે દાદીમાં એ તસવીર વાળી એક ચોપડી આપી છે. જેમાં ફોટો જોઈ આદિવાસીને ઓળખે છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવી ઉદ્યોગકારોને ગાળો આપે છે. ઉદ્યોગકારોને બદમાશ કહે છે. આ તમામ ઉદ્યોગકારો લોકોને નોકરી આપે છે. આ પ્રકારે ઉદ્યોગકારોને ગાળો આપવી ગુજરાતનું અપમાન છે. સરકાર ગરીબોની છે. રાહુલ ગાંધી કહે છે કે આદિવાસીની જમીન ઉદ્યોગકારોને આપે છે. તેના જવાબમાં જણાવ્યું કે રાહુલ ગાંધી એક જ ટેપ રેકોર્ડર વગાડે છે. (Sambit Patrana attacked Congress)

મેઘા પાટકરને ભારત જોડો યાત્રામાં લાવી શકેવધુમાં સોનિયા ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આદિવાસી જ દેશનો માલિક છે. સોનિયા ગાંધી આ દેશની માલિક નથી. એક આદિવાસી મહિલા મુર્મુ આજે રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિનું પણ કોંગ્રેસ દ્વારા અપમાન કરાયું છે. આપ નેતાએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ મુર્મુ બન્યાએ દુર્ભાગ્ય છે. કોંગ્રેસ અને ભાજપમાં ફરક છે. PM મોદીની ઔકાતને લઈ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતની અસ્મિતાને ગાળો આપે છે. કોંગ્રેસ ગુજરાતીઓને નીચે બતાવવાનું કામ કર્યું છે. જે કોંગ્રેસ પાર્ટી મેઘા પાટકરને ભારત જોડો યાત્રામાં લાવી શકે એ પાર્ટી કઈ પણ કરી શકે. રાહુલ ગાંધી જાતિવાદી રાજનીતિની વાત કરે છે. ભરતસિંહ સોલંકીના પિતાએ ખામની રાજનીતિ કરી હતી. (BJP National Spokesperson Sambit Patra)

4 કરોડ ગુજરાતીઓને કોરોનામાં મફત અન્ન આપ્યુંદેશમાં વધી રહેલી મોંઘવારીને લઈ ગરીબ અને મધ્યમ વર્ગ પર અસર પડી રહી છે. જેને લઇને સંબિત પાત્રાને પ્રશ્ન કરતા તેઓએ જણાવ્યું કે, ભારતની ઈકોનોમીની વાત કરી પુરા વિશ્વમાં મંદી આવી શકે પણ ભારતમાં મંદી નહીં આવે. વડાપ્રધાન મોદીએ તે પ્રકારે કામ કર્યું છે. ગુજરાતમાં 4 કરોડ ગુજરાતીઓને કોરોનામાં મફત અન્ન આપ્યું છે. હાલમાં જે રીતના ખાદ્ય વસ્તુઓ, પેટ્રોલ, ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એની અસર સામાન્ય મધ્યમ વર્ગ પર પડી રહી છે. તેને લઈને સંબિત પાત્રાએ મૌન ધારણ કર્યું હતું. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details