સુરત:શહેર પશ્ચિમ ગુજરાતની મહત્વની વિધાનસભા (Gujarat Assembly Election 2022) બેઠક છે. 2017માં અહીંથી ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. 2017માં, ભારતીય જનતા પાર્ટીના પૂર્ણેશ મોદીએ (Purnesh Modi Netani Notebook) કોંગ્રેસના પટેલ ઈકબાલ દાઉદને 77882 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા. 2017માં સુરત શહેર પશ્ચિમ વિધાનસભા બેઠક પર કુલ 74.27 ટકા મતદાન થયું હતું. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણેશ મોદીને 111,615 વોટ મળ્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેલા કોંગ્રેસના પટેલ ઈકબાલ દાઉદને 33,733 વોટ મળ્યા હતા.
પૂર્ણેશ મોદીનોનો પારિવારિક પરિચય:પૂર્ણશ મોદી એક બુથના કાર્યકર્તા તરીકે રાજકારણમાં આવ્યા હતા. તારીખ 22 ઓક્ટોબર 1965ના રોજ તેમનો જન્મ સુરત (Purnesh Modi Family) થયો હતો. તેમના પિતાનું નામ ઈશ્વરલાલ છોટાલાલ મોદી છે. જ્યારે માતાનું નામ હસુમતીબેન છે. પત્ની બીનાબેન મોદી અને ત્રણ બાળકો છે. પૂર્ણશ મોદી બે દીકરી અને એક પુત્રના પિતા છે. પૂર્ણશ મોદીના ભણતરની વાત કરવામાં આવે તો તેઓ બીકોમ એલએલબીની ડીગ્રી ધરાવે છે. તેઓની ઉપર એક પણ ક્રિમિનલ કેસ નથી. ગુજરાત સરકારના પ્રધાન પૂર્ણેશ મોદીએ એક વખત પોતાના કૌશલ્યની વાત કરી હતી. તેમણે કહ્યું, નાનપણથી કૌશલ્ય વિકાસ પામતું હોય છે. હું 8મા ધોરણમાં હતો, ત્યારે ટાઈપિંગ શીખ્યો. જ્યારે હું 11મા ધોરણમાં આવ્યો, ત્યારે દિવસમાં 100 પેજ ટાઈપ કરી શકતો હતો.
શિક્ષણ અને પ્રારંભિક કારકિર્દી:વકિલાતની ડીગ્રી (Purnesh Modi Education) પણ ધરાવે છે. શરૂઆતથી જ ભાજપમાં સક્રિય રહ્યા છે. તેઓ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. સાથેસાથે બીજેપીના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ ગુજરાત પ્રધાનમંડળમાં સામેલ થયા છે. તેઓ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ વિધાનસભામાં સંસદીય સચિવ તરીકે નિમાયા હતા, તેઓ 56 વર્ષના છે. એટલું જ નહીં પૂર્ણેશ મોદીના પ્રધાન બનવા પાછળ સંઘની લાઈન હોવાનું ચચાઈ રહ્યું હતું. વિધાનસભાની પેટા ચુંટણી બાદ અચાનક સમીકરણ બદલાયા અને પૂર્ણેશ મોદીએ પોતાનું અલગ ગ્રુપ બનાવી દીધું હતું. જોકે, ત્યાર બાદ સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બનતાં પૂર્ણેશ મોદી જુથ હાંસિયામાં ધકેલાઈ ગયું હતું.
રાજકારણમાં પ્રવેશ અને સિદ્ધિઓ: 1984માં તેઓ બુથ કન્વીનર તરીકે (Purnesh Modi Political Profile) ભાજપમાં સક્રિય થયા હતા. 1986માં તેઓ વોર્ડ યુવા મોરચાના પ્રમુખ બન્યા હતા. વર્ષ 2010માં તેઓ ભાજપ શહેર પ્રમુખ બન્યા. વર્ષ 2007માં તેઓ ડાંગ વિધાનસભાના ચૂંટણી ઈન્ચાર્જ બન્યા એટલું જ નહીં વર્ષ 2008માં તેઓ બીલીમોરા નગરપાલિકા ચૂંટણીના ઇન્ચાર્જ હતા. બંને ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. પૂર્ણેશ મોદીએ ગુજરાતના વધુ સાત સ્થળે નવા હેલિપેડ બનાવવાની જાહેરાત કરી છે. ડોમેસ્ટિક ઉડ્ડયન માટે રાજ્યના તમામ તાલુકામાં એક હેલિપેડ બને તે માટે સરકાર કામ કરી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના 7 સ્થળોએ નવા હેલિપેડ બનાવવામાં આવશે. સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી, સોમનાથ, અમદાવાદ-સાબરમતી અને વડનગરમાં નવા હેલિપેડ બનાવવામાં આવશે. પૂર્ણેશ મોદીએ રોડની કામગીરી માટે વોટ્સએપ નંબર જાહેર કરીને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કર્યા હતા.
પુર્ણેશ મોદીનું રાજકીય મહત્વ: સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી હાલમાં જ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનમંડળમાં સામેલ થયા છે. તેઓ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ વિધાનસભામાં સંસદીય સચિવ તરીકે નિમાયા હતા. તેઓ શરૂઆતથી જ ભાજપમાં સક્રિય રહ્યા છે. તેઓ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. સાથેસાથે બીજેપીના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સુરત શહેર ભાજપમાં અગાઉ બે જૂથ જોવા મળતા હતા, જેમાંથી એક સી.આર.પાટીલ જૂથ અને બીજુ પૂર્ણેશ મોદી જૂથ તરીકે ઓળખાતું હતું. લોકોને કલ્પના નહોતી કે, જ્યારે સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ હશે, ત્યારે પૂર્ણેશ મોદીને મંત્રાલય મળી શકે છે. પરંતુ અચાનક જ સ્ટેજ પર પૂર્ણેશ મોદીને જોઈ લોકો આશ્ચર્યમાં આવી ગયા હતા.
પુર્ણેશ મોદીના સામાજિક કાર્યો: તેઓ પોતાના મતવિસ્તારમાં અનેક કાર્યો કરતા હોય છે અને ખાસ કરીને મતવિસ્તારના સિનિયર સિટીઝનો ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકે આ માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવી આપે છે. અત્યાર સુધી 4000 જેટલા સિનિયર સિટીઝન્સ તેમના કારણે સોમનાથ વડતાલ અને કષ્ટભંજનના હનુમાન દાદાના દર્શન કરી ચૂક્યા છે.