સુરતગુજરાત વિધાનસભાની ચૂંટણી2022 લઈને ફક્ત પાંચ દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં 27 નવેમ્બરના રોજ એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં રોડ શો કરશે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના સંયોજક (Aam Aadmi Party Coordinator) એવા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ કતારગામ વિસ્તારમાં રોડ શો કરશે. તે ઉપરાંત સુરતના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને વેપારીઓ સાથે મિટિંગ પણ કરશે. તેઓ યોગીચોક ખાતે પણ મોટી જનસભાનેસંબોધશે. જ્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટા વરાછાના અભરામ ખાતે જન સભાને સંબોધશે. જોકે કહી શકાય છે કે, સુરતની 12 વિધાનસભા બેઠકોમાંથી આ વખતે વરાછા, કતારગામ, કરંજ અને કામરેજ વિધાનસભાની બેઠક (Kamrej assembly meeting) ઉપર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર તકકર છે.
સુરતમાં 27 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરશે તો બીજી બાજુ અરવિંદ કેજરીવાલ પણ કતારગામ વિસ્તારમાં રોડ શો કરશે. એક અલગ જ માહોલ સુરતમાં આજે દેશના વડાપ્રધાને ડોર ટુ ડોર પ્રચાર કરવાનો વખત આવ્યો છે. સુરત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી (Aam Aadmi Party Coordinator) મનોજ સોરઠીયાનું સુરતમાં નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને નિવેદન આપ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સુરત આવે છે. કારણકે, તેઓ હારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ તો છેલ્લા છ મહિનાથી સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. સુરતમાં જે રીતે એક અલગ માહોલ ઊભો થયો છે.
વડાપ્રધાને ડોર ટુ ડોર પ્રચાર કરવાનો વખત આવ્યો છેસુરતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં (Corporation Election in Surat) સામાન્ય લોકોએ આમ આદમી પાર્ટીને મત ભારતીય જનતા પાર્ટીની જે રીતે 27 સીટ જપ્ત થઇ છે. એનાથી ડરીને આજે દેશના વડાપ્રધાને ડોર ટુ ડોર પ્રચાર કરવાનો વખત આવ્યો છે. પોતાના કામ કાજ છોડીને વિધાનસભાની ચૂંટણીની અંદર પોતાની જાતને ઇન્વોલ કરવો પડ્યો છે. અને 27 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સુરતમાં ખાસ પાટીદાર વિસ્તારમાં સભા કરવા જઈ રહ્યા છે કારણ કે તેમની પાસે બીજું કોઈ ઓપ્શન બચ્યું નથી.
જનતાએ મન બનાવી રાખ્યું છે વિધાનસભાની ચૂંટણી 2022માં સુરતની તમામ સીટો ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ખરાબ રીતે હારી રહી છે. વધુમાં જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં સુરતની તમામ સીટો ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ખરાબ રીતે હારી રહી છે. સુરતના લોકો એક સાથે તમામ ધર્મ જાતિના લોકો મળીને આમ આદમી પાર્ટીને સમર્થન કરી રહ્યા છે. એની માટે જ સુરતની એક સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ફોર્મ ભર્યા પછી દબાણ આપીને એ વ્યક્તિને અંદર ગ્રાઉન્ડ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. આજે પણ એ વ્યક્તિની તેના પરિવાર સાથે કોઈ સંપર્ક રહ્યો નથી. આ વ્યક્તિને ગુમ કરવા પાછળ જનતાએ મન બનાવી રાખ્યું છે કે, એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકાર કર્યો છે.
રાષ્ટ્રવાદની ધર્મ જાતની રાજનીતિકના નામે વોટ માગી રહ્યા છે આ વખતની ચૂંટણીની લડાઈ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની છે. તે ઉપરાંત જે રીતે કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના સાફ થયા છે. તે જોતા ગુજરાતની અંદર ખાસ કરીને સુરતમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી લડતી હોય તેવી જોવામાં આવતું નથી. એટલે આ વખતની ચૂંટણીની લડાઈ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હારી રહી છે. એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ ગુજરાત અને સુરતની મુલાકાત આવી રહ્યા છે. ભાજપ લોકોને ગુમરાહ કરવાની કામ કરી રહ્યું છે. તેમની પાસે મુદ્દાઓ નથી. 27 વર્ષના કામો નથી. એટલા માટે રાષ્ટ્રવાદની ધર્મ જાતની રાજનીતિકના નામે વોટ માગી રહ્યા છે. આ ફર્ક ભાજપ અને આમ આદમી પાર્ટીમાં છે. એટલા માટે સામાન્ય માણસોને આમ આદમી પાર્ટીના મુદ્દાઓ પસંદ છે.