સુરત :રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે સુરતમાં વરાછા ખાતે 27મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ (PM Modi visits Surat) થઇ ગઈ છે. સુરતમાં PM મોદી રાત્રી રોકાણ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ દિન સુધીના સૌથી મોટા રોડ શો કરશે. સભાથી તેઓ 12 વિધાનસભા બેઠકને આવરી લેશે અને ખાસ કરીને ચાર આવી બેઠકો જે આ પાટીદાર મતદાતાઓનો પ્રભુત્વ છે. તેમને પોતાની તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરશે. (Surat assembly seat)
સુરતમાં વરાછા ખાતે 27 મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને લઈને તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે. 31 કિલોમીટર રોડ શો ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર પૂરો થવાના માત્ર 48 કલાક પહેલા રવિવારે ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકારણનું મહાકેન્દ્ર ગણાતા સુરતમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વડાપ્રધાનના મેગા શોની છે. અત્યાર સુધીનો સૌથી મોટો રોડ સુરત ખાતે થવાનો છે. આશરે 31 કિલોમીટર રોડ શો કર્યા બાદ વડાપ્રધાન મોદી સુરતના કામરેજ વિધાનસભા બેઠકમાં જનસભાને સંબોધશે. જેમાં લાખોની સંખ્યામાં લોકો રહેશે. (PM Modi road show in Surat)
10 વર્ષ બાદ સભાસુરતના પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં ટુંક સમયમાં AAPએ પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે. સુરતની વરાછા રોડ, કતારગામ, ઓલપાડ, કરંજ બેઠકમાં ઉમેદવાર તરીકે અલ્પેશ કથીરિયા, ગોપાલ ઈટાલિયા, ધાર્મિક માલવિયા, મનોજ સોરઠીયા વગેરેનો સમાવેશ થાય છે. આ જાદુને દૂર કરવા માટે PM મોદીએ આગેવાની લીધી છે. તેઓ રવિવારે પાટીદાર પ્રભુત્વ ધરાવતી સુરત (ઉત્તર), વરાછા રોડ, કતારગામ, કરંજ, ઓલપાડ અને કામરેજ બેઠકો પર પહોંચશે. અહીં ગોપીના અબ્રામા પાસે સભાને સંબોધશે. 2012ની વિધાનસભા ચૂંટણી પછી 10 વર્ષ બાદ આ પાટીદાર પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારમાં તેમનો સૌથી મોટો જાહેર રેલી શો છે. (Surat Assembly Candidate)
મતદારોના માત્ર 10 10 ટકા જ લાવવાની જવાબદારીભાજપે PM મોદીની સભામાં 1.5થી 2 લાખ લોકોને એકત્ર કરવાની તૈયારી કરી લીધી છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ પાટીદાર પ્રભુત્વ વાળી બેઠકો અને વિધાનસભા મુજબના સંગઠનના ઉમેદવારોને જાહેરસભાના સ્થળે કુલ મતદારોના માત્ર 10 10 ટકા જ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. (PM Modi sabha in Surat)
31 કિલોમીટરથી વધુના અંતરના રોડ શોસુરતમાં PM મોદીની સભા પહેલા રોડ શોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ અંગે પાર્ટી કક્ષાએથી કોઈ માહિતી મળી નથી, પરંતુ સુરત એરપોર્ટથી સભા સ્થળ ગોપીન-અબ્રામા ગામ સુધીના 31 કિલોમીટરથી વધુના અંતરના રોડ શોની તૈયારીઓ ચાલી રહી છે. રોડ શો દરમિયાન PM મહાનગરપાલિકાની તમામ 10 વિધાનસભા બેઠકો પરથી પસાર થશે. (Gujarat Assembly Election 2022)
સુરતનું લિંબાયત વિસ્તારનું માળખુંલિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. ભારતના ચૂંટણી પંચના નિયમ મુજબ 16 ઉમેદવાર હોય તો (15 ઉમેદવાર+NOTA) 01 બેલેટ યુનિટ જ્યારે 16થી 31 ઉમેદવારો સુધી 02 બેલેટ યુનિટ તેમજ 32થી 47 ઉમેદવારો સુધી 03 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે. લિંબાયત બેઠકમાં કુલ મતદારો 3.04 લાખ મતદારો છે. જેમાં મરાઠી જાતિના મતો કુલ 1.20 લાખ અન્ય 90 હજાર મુસ્લિમ મતદારો પણ આ બેઠક માટે ઉલટફેર કરી શકે એમ છે. 2017ની ચૂંટણીમાં લિંબાયત વિધાનસભા ચૂંટણીમાં કુલ 2.58 લાખ મતદારો હતાં. જેમાંથી 65.33 ટકા મતદાન થયું હતું. ભાજપના સંગીતા પાટિલને 93,585 તો કોંગ્રેસના ઉમેદવાર 61,634 મતો મળ્યા હતા. હવે 2017ની સરખામણીમાં 40 હજાર મતદારો વધ્યાં છે. લિંબાયતમાં કુલ 153 બુથ સંવેદશીલ છે.
લિંબાયત બેઠક પર સૌથી વધુ ઉમેદવારમાત્ર પાટીદાર પ્રભુત્વ ધરાવતી ચાર બેઠકો જ નહીં, પરંતુ સુરતની લિંબાયત અને સુરત પૂર્વ પણ મહત્વની બેઠક છે. કારણ કે, આ બેઠક પર મુસ્લિમ મતદાતાઓ મહત્વની ભૂમિકા ભજવશે. ચૂંટણી જાહેર થયા પહેલા પણ PM મોદી સુરતના લીંબાયત વિસ્તારમાં જંગી જનસભા સંબોધી ચુક્યા છે. સુરતમાં 16 વિધાનસભા બેઠક પર કુલ 168 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, ત્યારે આ વખતે પહેલી વાર સૌથી વધારે મુસ્લિમ ઉમેદવારોએ પણ હોંશે હોંશે ઉમેદવારી નોંધાવી છે. અહીં લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવાર છે. તેમાંથી 35 તો મુસ્લિમ ઉમેદવાર છે. જ્યારે સુરત પૂર્વમાં 14 માંથી 12 ઉમેદવાર મુસ્લિમ છે. આ બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો વધારે હોવાના કારણે નિષ્ણાત માની રહ્યા છે કે અહીં મુસ્લિમ વહેંચાઈ શકે છે.