સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય પ્રધાનો ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ સુરતના (Piyush Goyal visits Surat) પ્રવાસે હતા. તેઓ દિવસ દરમિયાન અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગ અને ઉદ્યોગકારો જોડે મુલાકાત કરી હતી. ઉપરાંત વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચાઓ કરી હતી. અંતે તેમણે મુદ્દે પ્રેસ કોમ્પ્રેસ પણ કર્યું હતું. (Piyush Goyal program in Surat)
પિયુષ ગોયલે શું કહ્યું કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે, આજનો દિવસ મારો યાદગાર રહેશે. વહેલી સવારથી અલગ અલગ વિસ્તારના મિત્ર જોડે અમારી ચર્ચાઓ થઈ સુરતની વર્તમાન પરિસ્થિતિ જાણવા મળી છે. તે ઉપરાંત અલગ અલગ ઉદ્યોગો અલગ અલગ સમાજના ભાઈ બહેનો જોડે આવનારી ચૂંટણીને લઈને પણ ચર્ચાઓ થઈ હતી. આ ચર્ચાઓ કર્યા બાદ મારું વ્યક્તિગત મંતવ્ય કે, ગુજરાતમાં એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. ગત બધા જ રેકોર્ડ તોડીને આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નેતૃત્વના વિકાસના કામો અને ભારતીય જનતા પાર્ટીના એક-એક કાર્યકર્તાઓની મહેનતને રાજ્યની જનતા પૂર્ણ આશીર્વાદ આપવા જઈ રહી છે. (Union Minister Surat visit)
રાત મહેનતનું દ્રશ્ય જોવા મળ્યું વધુમાં જણાવ્યું કે, વિશેષ કરીને સુરતમાં ફરી એક વખત 16 સીટ પછી તે શહેર હોય કે પછી ગ્રામ્ય વિસ્તારના સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થશે. ગત વર્ષો કરતા વધારે મતોથી વિજય થશે. આ મારું પોતાનું મંતવ્ય છે. જે ઉત્સાહ જોશ ભાજપને વિશ્વાસ ઉપર વિશ્વસનીય નેતૃત્વ ઉપર સુરતના લોકોનું જોવા મળ્યું એ પ્રકારે અલગ અલગ ઉદ્યોગો ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, કાપડ માર્કેટ, અલગ અલગ સમાજના નેતાઓ આ બધા જ લોકોનું વડાપ્રધાન મોદીના ગત 21 વર્ષોથી દિવસ રાત મહેનતનું દ્રશ્ય જોવા મળ્યું છે. (Piyush Goyal meets industrialists in Surat)