ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત ભાજપની સાથે હતું, છે અને મોદી સાથે રહેશે, રવી કિશન

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાના મતદાનને હવે દિવસો બાકી રહ્યા છે. એવામાં ઉત્તર પ્રદેશના ગોરખપુર વિસ્તારના સાંસદ અને ભોજપુરી ફિલ્મના કલાકાર રવી કિશનએ (MP from Gorakhpur Uttar Pradesh ) ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં બાઈક રેલી તેમજ જન સભાઓ ગજવી હતી. આ દરમિયાન તેઓએકોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાત ભાજપની સાથે હતું, છે અને મોદી સાથે રહેશે, રવી કિશન
ગુજરાત ભાજપની સાથે હતું, છે અને મોદી સાથે રહેશે, રવી કિશન

By

Published : Nov 19, 2022, 10:43 PM IST

સુરતગુજરાત વિધાનસભા ચૂંટણી2022ના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાના મતદાનને બસ હવે આંગળીના વેઢે ગણી શકીએ તેટલા દિવસ બાકી છે. ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગતરોજ ભાજપના સ્ટાર પ્રચારકોએ (BJP star campaigners) સુરત જિલ્લામાં અલગ અલગ વિધાનસભા બેઠકો પર સભાઓ ગજવી હતી.

આજરોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર ના સાંસદ અને ભોજપુરી ફિલ્મના કલાકાર રવી કિશન એ ઓલપાડ વિધાનસભા વિસ્તારો બાઈક રેલી અને સભાઓ ગજવી હતી, અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા

ગોરખપુરના સાંસદ રવી કિશને બાઈક રેલી, સભાઓ ગજવી આજરોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરના સાંસદ (MP from Gorakhpur Uttar Pradesh) અને ભોજપુરી ફિલ્મના કલાકાર (Bhojpuri film actor) રવી કિશને ઓલપાડ વિધાનસભા વિસ્તારો બાઈક રેલી અને સભાઓ (Olpad assembly areas bike rally and meetings) ગજવી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મતદારોને (Overseas voters of Olpad Assembly Constituency) ઓલપાડ વિધાનસભા ભાજપના ઉમેદવાર (Olpad Assembly BJP candidate) મુકેશ પટેલને મત આપી વિજય બનાવવા અપીલ કરી હતી.

ગુજરાતમાં ફ્રીનો લોલીપોપ નહીં ચાલે રવી કિશનએ નામ લીધા વગર આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફ્રીનો લોલીપોપ નહીં ચાલે, ગુજરાતમાં જૂઠની રાજનીતિની જગ્યા જ નથી. ગુજરાતને તમે બરબાદ કરવાનું નહીં વિચારું, ગુજરાતમાં જે વિકાસની ગંગા વહે છે. ગુજરાત એને રોકશે નહીં, નવું ગુજરાત બને છે. ગુજરાત ભાજપની સાથે હતું, છે અને મોદી સાથે રહેશે.

ABOUT THE AUTHOR

...view details