ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપનું સંકલ્પ પત્ર જાહેર, વકફ બોર્ડની નાણાકીય હિસાબ માટે સેલ બનાવાશે: હર્ષ સંઘવી - Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો (Election manifesto by BJP) જાહેર કરવામાં આવ્યો છે. સુરત ખાતે પણ ગુજરાત રાજ્યના ગૃહ રાજયપ્રઘાન હર્ષ સંઘવીએ સુરતમાં સંકલ્પ પત્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વકફ બોર્ડની નાણાકીય હિસાબ માટે સેલ ( BJP Resolution Released cell) બનાવવામાં આવશે. વકફ બોર્ડ પર ચાપતીં નજર રાખવામાં આવશે. આ માટે SITની રચના કરવામાં આવશે.

ભાજપનું સંકલ્પ પત્ર જાહેર, વકફ બોર્ડની નાણાકીય હિસાબ માટે સેલ બનાવાશે: હર્ષ સંઘવી
ભાજપનું સંકલ્પ પત્ર જાહેર, વકફ બોર્ડની નાણાકીય હિસાબ માટે સેલ બનાવાશે: હર્ષ સંઘવી

By

Published : Nov 26, 2022, 10:56 PM IST

સુરતજો વિધાનસભા ચૂંટણીજીત્યા બાદ ભાજપની સરકાર બનશે તો ગુજરાતમાં વકફ બોર્ડ (Wakf Board in Gujarat) ઉપર ચાપતી નજર રાખવામાં આવશે. એટલું જ નહીં મદ્રેસામાં શિક્ષણ પદ્ધતિને જાણવા માટે પણ સરકાર SITની રચના કરશે. ઉત્તર પ્રદેશની જેમ ગુજરાત સરકાર પણ હવે વકફ બોર્ડ અને મદ્રેસાને લઈ એક્શનમાં આવવાની તૈયારી બતાવી છે. આ વાત રાજ્યના રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં કરી હતી.

ઉત્તર પ્રદેશની જેમ ગુજરાત સરકાર પણ હવે વકફ બોર્ડ અને મદ્રેસાને લઈ એક્શનમાં આવવાની તૈયારી બતાવી છે અને આ વાત રાજ્યના રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં કરી હતી

વકફ બોર્ડની નાણાકીય હિસાબ માટે સેલ બનાવવામાં આવશે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો (Election manifesto by BJP) જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સુરત ખાતે પણ ગુજરાત રાજ્યના ગૃહ રાજયપ્રઘાન હર્ષ સંઘવીએ સુરતમાંસંકલ્પ પત્ર અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે, વકફ બોર્ડની નાણાકીય હિસાબ માટે સેલ (Cell for Financial Accounting of Wakf Board) બનાવવામાં આવશે. મદ્રેસામાં ભણતર અંગે મોનીટરીંગ (Monitoring of learning in madrasas) કરવામાં આવશે. વકફ બોર્ડ પર ચાપતીં નજર રાખવામાં આવશે. આ માટે SITની રચના કરવામાં આવશે. આ તપાસ કમિટી બોર્ડના નાણાકીય લેણદેણ અંગે તપાસ કરશે. એટલું જ નહીં ગેરકાયદેસર બાંધકામ સહિત ભણતર અંગે પણ મદ્રેસાની તપાસ કરવામાં આવશે.

દંડ સહિત સજાસાથે તેઓએ ધર્મ પરિવર્તન કાયદા અંગે પણ વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ કાયદાને વધુ કડક બનાવવામાં આવશે. બળજબરીથી ધર્મપરિવર્તન અંગે કાર્યવાહી થશે. દંડ સહિત સજા કરવામાં આવશે. ગુજરાતમાં ધર્મ પરિવર્તનની ઘટનાઓને રોકવા માટે આ પગલાં લેવામાં આવશે. સ્લીપર સેલ પર નજર રાખવા અને દેશ વિરોધી ગતિવિધિ પર નજર રાખવા સેલની રચના કરવામાં આવશે.

જાહેર મિલકતને નુકશાન પહોંચાડનાર પાસે ખર્ચ વસુલવામાં આવશેસાથે તેઓએ ગુજરાતમાં કોમન સિવિલ કોડ (Common Civil Code in Gujarat) પણ પ્રાથમિકતા આપવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, પ્રાથમિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. જેથી યુવાનો અગ્નીવિર માટે તૈયારીઓ કરી શકે, 1 હજાર કરોડનો ખર્ચ પોલીસ વિભાગ માટે કરવામાં આવશે, જાહેર મિલકતને નુકશાન પહોંચાડનાર પાસે ખર્ચ વસુલવામાં આવશે. સ્પોર્ટ્સ પોલિસી નીચે સુધી અમલ કરવા તૈયારી, દરેક જિલ્લા અને તાલુકામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવાશે.

ABOUT THE AUTHOR

...view details