ગુજરાત

gujarat

By

Published : Oct 29, 2022, 1:46 PM IST

ETV Bharat / state

નેતાની નોટબુકમાં હર્ષ સંઘવી, ભાજપી યુવા નેતા કઇ રીતે જેટ સ્પીડે ગૃહપ્રધાન પદ પામ્યાં, ફરી ટિકીટની સંભાવના કેટલી જૂઓ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકીટોનો (Gujarat Assemly Election 2022 Tickets ) ગંજીફો ચીપાઇ રહ્યો છે. રીપીટ નો રીપીટની રણનીતિ ( No repeat strategy ) વચ્ચે દરેક નેતા પોતાની ફરી ટિકીટની સંભાવના તલાશી રહ્યાં છે. ત્યારે બધું તપાસીને હાઈકમાન્ડ દ્વારા ટિકીટ પાક્કી થતી હોય છે. નેતાની નોટબુકમાં હર્ષ સંઘવીનું ( BJP Leaders Profile Harsh Sabghvi )શું છે તે અંગે વિશેષ અહેવાલ.

નેતાની નોટબુકમાં હર્ષ સંઘવી, ભાજપી યુવા નેતા કઇ રીતે જેટ સ્પીડે ગૃહપ્રધાન પદ પામ્યાં, ફરી ટિકીટની સંભાવના કેટલી જૂઓ
નેતાની નોટબુકમાં હર્ષ સંઘવી, ભાજપી યુવા નેતા કઇ રીતે જેટ સ્પીડે ગૃહપ્રધાન પદ પામ્યાં, ફરી ટિકીટની સંભાવના કેટલી જૂઓ

સુરત ભાજપના નેતાઓમાં હર્ષ સંઘવીની નેતાની નોટબુક ( ( BJP Leaders Profile Harsh Sabghvi ) ) ખોલીએ તેમના પરિચય સાથે. હર્ષ રમેશ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985માં થયો હતો. તેમનો પરિવાર મૂળ ડીસાનો જૈન પરિવાર છે.તેમના પરિવારમાં માતાપિતા, 4 બહેન, પત્ની અને બે બાળકો છે. તેમની પત્નીનું નામ પ્રાચી છેે. તેમના બે બાળકો છે. તેમનો અભ્યાસ ધોરણ 8 પાસ છે. હર્ષ સંઘવી ગુજરાત સુરત શહેરના મજૂરા વિધાનસભા મતવિસ્તારથી છેલ્લા બે ટર્મથી ધારાસભ્ય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ હાલ ગૃહ રાજ્ય મંત્રાલય, મહેસૂલ મંત્રાલય અને યુવા રમત ગમત મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર સંભાળી રહ્યા છે.

હર્ષ સંઘવી પરિવાર સાથે

હર્ષ સંઘવીનો રાજકારણમાં પ્રવેશ રાજકારણમાં આવવા પહેલાં તેઓ ડાયમંડ તથા જવલેરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતાં અને હાલ પણ પારિવારિક ડાયમંડ વેપાર સાથે જોડાયેલા પણ છે. ચૂંટણી પંચ પાસેથી મળતી માહિતી મુજબ તેમની બે કરોડની સંપત્તિ છે. તેઓ કમિટી સભ્ય ઉત્તર ગુજરાત જૈન સમાજ, બનાસકાંઠા શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ, અઠવાલાઈન્સ જૈન સંઘ તથા ઉમરા જૈન સંઘના હતાં. હર્ષ સંઘવી એ સમયે લોકોના નજરમાં આવ્યા જ્યારે તેમણે 2011માં કાશ્મીરના લાલ ચોક પર ભારતનો તિરંગો લહેરાવ્યો હતો અને જ્યાં ઘર્ષણમાં તેઓને ઇજાઓ પણ થઈ હતી.અને તેના એક વર્ષ બાદ જ તેઓને વિધાનસભાની ટીકીટ મળી હતી.

હર્ષ સંઘવીની રાજકીય કારકિર્દીના સીમાચિહ્ન હર્ષ સંઘવી 2009 થી 2012 પ્રદેશ મહામંત્રી યુવા મોરચો, 2012 થી 2015 રાષ્ટ્રીય મહામંત્રી ભારતીય જનતા યુવા મોરચો, ઉપપ્રમુખ ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશ રહી ચૂક્યા છે. તેમજ ગૌરક્ષા તેમજ ગૌસંવર્ધન હેતુ માટે સુરત શહેરમાં વિશેષ પ્રયાસ તેમજ તે અંગેના વિવિધ સંગઠનોની જવાબદારી, અખિલ ભારતીય સર્વ દલીય ગૌરક્ષા મહા અભિયાન સમિતિ ગુજરાત પ્રદેશના પ્રચાર પ્રમુખની જવાબદારી,
તેમજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત સંસદ ઘેરાવ અંગેના દિલ્હીના કાર્યક્રમમાં પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી પહોંચાડવામાં અને યુવા કાર્યકર્તાઓને પહોંચાડવામાં સફળ દોરીસંચાર ઉપરાંત ધરપકડ કરાવનારા યુવાન કાર્યકર્તા હતાં. તેઓ બે ટર્મથી સુરતના મજૂરા વિધાનસભાથી ધારાસભ્ય છે. 2021થી તેઓ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન બન્યાં છે.

હર્ષ સંઘવીના સામાજિક કાર્યોહર્ષ સંઘવીએ સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ નિમિત્તે સંપૂર્ણ રીતે સક્ષમ પરંતુ આર્થિક રીતે અસક્ષમ વિદ્યાર્થી ભાઈબહેનો તેમજ યુવાનોની સહાયતા માટે સ્ટુડન્ટ બુક બેન્કની શરૂઆત કરી. આશરે 1000 જેટલા કોલેજના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના નિશુલ્ક સેટોની સહાય આપી.વર્ષ 2019માં થયેલ પુલવામાં હુમલાના સમય બોલીવુડ કલાકાર અક્ષય કુમારની ઉપસ્થિતિમાં આર્મી ફંડનો કાર્યક્રમ યોજાયો તેમાં 4 કરોડનું ફંડ એકઠું કર્યું હતું. વર્ષ 2012 રોજગારી અપાવવા ચાર હજાર લોકોના ઇન્ટરવ્યુ લીધાં. જેમાં 58 કંપનીઓએ ભાગ લીધો અને કુલ 850 લોકોને રોજગાર મળ્યો છે.
જ્યારે 2013માં 3600 લોકોનું ઇન્ટરવ્યૂ લઇ, મુલાકાત લીધી, જેમાં 670 લોકોને રોજગાર આપ્યો.

કોવિડમાં પણ તેમની સામાજિક ઉત્તરદાયિત્વ નીભાવવાની પ્રસંસનીય કામગીરી દેખાઈ હતી. ભારતમાં કોવિડ આઇસોલેશનનો વિચાર શરૂ કરવાનો શ્રેય હર્ષ સંઘવીને જાય છે. જ્યાં દર્દીની સારવાર સાથે આત્મીય મનોરંજન ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં હજારો કોવિડ સંક્રમિત દર્દીઓને ઓક્સિજન સાથેની હોસ્પિટલ ઉપલબ્ધ કરાવી. મજૂરા વિધાનસભા મંત્રીમંડળ સેવાયજ્ઞ અને ઓફિસર જીમખાના અંતર્ગત 14 લાખથી વધુ લોકોને ભોજનની સેવા પૂરી પાડી હતી. દરરોજ 1200થી વધારે સિનિયર સિટીઝનોને ફરસાણ બે શાક રોટલી દાળ ભાત સલાડ છાસ અને દૂધની થેલી પૂરા પાડ્યાં હતા. .27820 જેટલી અનાજની કીટ આપવામાં આવી જેમાં ચોખા દાળ ખાંડ મીઠું લોટ તેલ મસાલા પેકેટ સમાવિષ્ટ હતા, જેનું વજન લગભગ 15 કિલોગ્રામ જેટલું હતું.

હર્ષ સંઘવી શા માટે લોકપ્રિય છેયુવા કાર્યકર્તાઓને આઇટી અને સોશિયલ નેટવર્કિંગ દ્વારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાઓના પ્રચાર અને તે થકી યુવાનોને પાર્ટી સાથે જોડવાનો વિશેષ પ્રયાસ તેમના નામે બોલે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ election 2012માં ABVPના નેતૃત્વમાં સફળ કામગીરી કરીને સેનેટની 12 બેઠકોમાંથી નવ બેઠકો જીતાડવામાં મહત્વનું યોગદાન તેમ જ સફળતા આપી ચુક્યા છે. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભરૂચ મુકામે આયોજિત મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની કાવડ યાત્રાનું આયોજન અને સંચાલન કરી ચુક્યા છે.

હર્ષ સંઘવીનું મહત્વ હર્ષ સંઘવીએ તાપી શુદ્ધિકરણની શરૂઆત કરી હતી. તેઓએ સંપૂર્ણ વર્ષ દરમિયાન દર રવિવારે તાપી શુદ્ધિકરણ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કર્યાં, જેમાં તાપી નદીના કાંઠે સાફસફાઈ ઝુબંશે શહરેમાં દીવાલો પર ચિત્રણ, સામાજિક સંંસ્થાઓ સાથે તાપી શુદ્ધિકરણ માટે લોક જાગૃતિ કાર્યક્રમ તથા અન્ય વિવિધ કાર્યક્રમો કર્યાં હતા. તાપી શુદ્ધિકરણ માટે 980 કરોડની ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી. 2017માં તાપી શુદ્ધિકરણ અભિયાન અંતર્ગત પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં 21 કિલોમીટર મરેેથોન દોડનું આયોજન કર્યું જેમાં 50,000 લોકોએ ભાગ લીધો.

હર્ષ સંઘવીની સિગારેટની લત આમણે છોડાવી

હર્ષ સંઘવીને ફરી ટિકીટની સંભાવના કેટલીજ્યારથી હર્ષ સંઘવી ગુજરાતના ગૃહપ્રધાન બન્યા છે ત્યારથી ડ્રગ્સ નાબૂદી અભિયાન (Drug Eradication Campaign )માટે ખાસ ઓપરેશનની શરૂઆત કરી છે. જેના કારણે ડ્રગ્સ માફિયાઓ પણ હેરાનપરેશાન થઈ ગયા છે. આ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતે પ્રશંસા કરી છે. હર્ષ સંઘવી પોતે એકસમયે સિગારેટનું વ્યસન હતું જેને નરેન્દ્ર મોદીએ છોડાવ્યું હતું. હાલમાં જ નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ પ્રસંસનીય કામગીરી બતાવી છે. ગુજરાતના લો એન્ડ ઓર્ડર પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. યુપીની જેમ અહીં પણ અને એક અપરાધીઓના ગેરફાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવાયું છે. સંવેદનશીલ બનાવોમાં તેઓ પરિવારને મળવા જાય છે અને પોતે આવા કેસોમાં વ્યક્તિગત રૂચિ લેતા જોવા મળે છે. હર્ષ સંઘવી જે મતવિસ્તારથી આવે છે ત્યાં જૈનસમાજ અને મારવાડી સમાજના લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. આ વિસ્તારમાં વેપારી વર્ગના લોકો મોટી સંખ્યામાં રહે છે. ખાસ કરીને ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગના વર્ગ અહીં જોવા મળે છે. જેથી શક્યતાઓ છે કે ફરીથી એક વખત આ મતવિસ્તારથી હર્ષ સંઘવીને રિપીટ કરવામાં આવી શકે છે. ફરી ટિકીટની સંભાવના છે કે ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ ફરીથી એક વખત મજૂરા વિધાનસભા બેઠકથી હર્ષ સંઘવીને રીપીટ કરી શકે છે. પરંતુ શક્યતાઓ આ પણ છે કે તેમને કેન્દ્રીય નેતૃત્વમાં લઈ જવા માટે પણ વિચારાય.

ABOUT THE AUTHOR

...view details